Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત

વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી, ૫૦૦થી વધુ લોકોનું સ્થળાંતર…

વડોદરામા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી પાર કરી દીધી છે. વિશ્વામિત્રી નદીની સપાટી ૨૭ ફૂટ પર પહોંચી ગઈ છે. જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. વડોદરાના પેન્શનપુરા, નવીનગરી, જલારામ નગર સહિતની વસાહતોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. મુજમહુડા ગામમાં પણ પાણી ઘૂસવાની શરૂઆત થઈ છે. હાલ ૫૩૫ લોકોનુ સ્થળાંતર કરાયું છે. ભયજનક સપાટી ક્રોસ થતા વિશ્વામિત્રી બ્રીજ પર પોલીસનો બંદોબસ્ત ખડકાયો છે. ૫૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તથા વડોદરામાં ચોવીસ કલાકથી સતત વરસી રહેલા વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની સપાટી ૨૭ ફૂટ પર પહોંચી છે. જેને કારણે નીચાણવાડા વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. જોકે, સવારે આજવા સરોવરની સપાટી ઘટીને ૨૧૨.૮૫ ફૂટ થઈ હતી. મોડી રાત્રે આજવા સરોવરની સપાટી ૨૧૨.૯૦ ફૂટ હતી. વિશ્વામિત્રી નદીનું ડેન્જર લેવલ ૨૬ ફૂટ છે.
વિશ્વામિત્રીની સપાટી વધવાના ડરથી વડોદરા સયાજીગંજના પરશુરામ ભટ્ટા અને સુભાસ નગરથી ૫૦૦ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે. ભારે વરસાદને પગલે સુભાષ નગર અને પરશુરામ ભઠ્ઠામાં ૧૦૦થી વધુ કાચા પાકા મકાનોમાં પાણી ઘૂસ્યા છે. જેથી અનેક લોકોની ઘરવખરી પલળતા લોકો પરેશાન થયા છે. રાત્રિ દરમિયાન નીચાણવાળા વિસ્તારમાંથી ૧૦૦૦ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે. સયાજીગંજના પરશુરામ ભઠ્ઠા, જામવાડી, પેન્શનપુરા, ઇન્દિરા નગર, અકોટા, મુજમહુડા સહિતના વિસ્તારોના લોકોને સલામત જગ્યાએ ખસેડાયા છે.
વરસાદી પાણી ભરાઈ જવાથઈ વડોદરાના પૂર્વ પશ્ચિમ વિસ્તારોને જોડતું અલકાપુરી ગરનાળુ બંધ કરાયું છે. ગરનાળામાં પાણી ભરાતા અલકાપુરી તરફ જતો રસ્તો બંધ કરાયો છે. બેરીકેટ મૂકીને કોઈને આગળ જવાની મનાઈ ફરમાવામાં આવી છે. રેલવે અને બસ સ્ટેશનથી અલકાપુરી જવાનો રસ્તો બંધ થતાં વાહન ચાલકો અને રાહદારીઓ મુસીબતમાં મુકાયા છે. કેટલાક લોકો ખતરો ઉઠાવી ગરનાળામાંથી પસાર થઈ રહ્યાં છે. જેના પગલે કેટલાક રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે. વડોદરા પોલીસ કમિશનરે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સ્ટેન્ડબાય અને એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે.

Related posts

ભગવાનશ્રી સ્વામિનારાયણને અંતર્ધાનલીલાને ૧૯૪ વર્ષ પૂર્ણ થતા ચરોતરના વૃદ્ધાશ્રમ, અનાથઆશ્રમ તથા દિવ્યાંગોને વડતાલ મંદિર દ્વારા મહાપ્રસાદનું વિતરણ

Charotar Sandesh

આણંદ શહેર સહિત જિલ્લામાં આજે વધુ ૮ કેસો નોંધાયા : ૧ દર્દીનું મોત નિપજ્યું…

Charotar Sandesh

વિદ્યાનગરમાં આંતરરાષ્ટ્રિય યોગ દિવસે સાંસદ મિતેશભાઇ પટેલ ઉપસ્થિત રહી યોગા કાર્યક્રમમાં જોડાયા…

Charotar Sandesh