Charotar Sandesh
ગુજરાત

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યભરના વાતાવરણમાં પલટો,ધૂળની ડમરી ઊડી,ખેડૂતો ચિંતાતુર રાજ્યમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદઃ સાત લોકોના મોત ૧૧ જિલ્લાના ૩૮ તાલુકામાં કમોસમી વરસાદ, કરા પડતાં ખેતીને ભારે ફટકો,લોકોને મળી ગરમીમાં રાહત

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યભરના વાતાવરણમાં સોમવારથી પલટો નોંધાયો છે. ત્યારે મંગળવારે પણ આ Âસ્થતિ યથાવત્ રહી હતી. એક તરફ, લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતો માટે આ વાતાવરણ મોટુ નુકશાન લઈને આવ્યું છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેતરનો પાક તથા કેરીઓને નુકશાન થવાની ભીતિ છે. તો હવામાનના પલટાને કારણે તાપમાનમાં સીધો જ ૪થી ૬ ડિગ્રીનો ઘટાડો જાવા મળ્યો છે. જેને કારણે લોકો ઠંડક અનુભવી રહ્યાં છે. તો રાજ્યમાં સવારથી જ અચાનક વાતાવરણમાં પલટાને કારણે સાત લોકોનાં મોત થયા છે.
અમદાવાદ,સુરત,રાજકોટ,વડોદરા,જામનગર,કચ્છ સહિત રાજ્યના વાતાવરણમાં સવારથી જ પલટો જાવા મળ્યો છે. વહેલી સવારથી ગુજરાતના મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. સાથે જ ઠંડો પવન વહેતા તાપમાનમાં ૪થી ૬ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
મંગળવારે બપોરે જામનગરના હડિયાણા, ધ્રોલ, જાડિયા, મોરબી, પડધરી સહિતના વિસ્તારોમાં ગાજવીજ, ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. કમોસમી વરસાદથી ઉનાળું પાક તલ, બાજરીને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
ભર ઉનાળામાં રાજ્યના ૧૧ જિલ્લાના ૩૮ તાલુકામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે, તો સાથે જ અનેક વિસ્તારોમાં કરા અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.
રાજ્યમાં સવારથી જ અચાનક વાતાવરણમાં પલટાને કારણે સાત લોકોનાં મોત થયા છે. સૌથી વધુ મોરબી જિલ્લામાં બે યુવકના મોત થયા છે, જ્યારે મહેસાણા, વીરમગામ, પડધરીમાં એક એક મોતની ઘટના સામે આવી છે. ભારે પવન સાથે વીજળીના કડાકા-ભડાકા શરૂ થયા હતા જેમાં મોરબીમાં તીથવા ગામમાં વીજળી પડતાં એક યુવકનું મોત નિપજ્યું છે. તો વિરમગામ અને પડધરીમાં એક મહિલાનું વીજળી પડતાં મોત નિપજ્યું છે. આમ વરસાદી વાતાવરણને કારણે સાત લોકોનાં

Related posts

ગુજરાતમાં તોફાનો વકરે તો ૩ દિવસ ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવા પોલીસને સત્તા અપાઇ…

Charotar Sandesh

ગુજરાતથી દિલ્હી સુધી ૧૪૦૦ કિમી લાંબી બનશે ‘ગ્રીન વોલ ઓફ ઇન્ડિયા’

Charotar Sandesh

મુખ્યમંત્રી રુપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કરી કોરોનાની ત્રીજી લહેર ન આવે તેની પ્રાર્થના કરી…

Charotar Sandesh