Charotar Sandesh
સ્પોર્ટ્સ

વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝ માટે નવદીપ સૈની બેકઅપ તરીકે ટીમ સાથે રહેશે…

યુવા ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-૨૦ સીરિઝમાં પોતાની ઝડપ અને એકાગ્રતાથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેવામાં ટીમ મેનેજમેન્ટે ટેસ્ટ સીરિઝ માટે સૈનીને ટીમ સાથે નેટ બોલર તરીકે બની રહેવા કહ્યું છે. ટીમ સૈનીને ટેસ્ટ ક્રિકેટ માટે તૈયાર કરવા માગે છે. દિલ્હી માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની શરૂઆત કરનાર સૈનીને પોતાની ડેબ્યુ ટી-૨૦માં મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. સૈની વર્લ્ડકપ દરમિયાન ભુવનેશ્વર કુમારના બેકઅપ તરીકે ટીમ સાથે રહ્યો હતો.
બીસીસીઆઈના એક ઓફિશિયલે સોમવારે કહ્યું હતું કે, સૈનીને ટીમ મેનેજમેન્ટે ટેસ્ટ સીરિઝ માટે ટીમ સાથે બની રહેવા કહ્યું છે. તે નેટ બોલર તરીકે પોતાની ફરજ નિભાવશે. ટીમ તેને ટેસ્ટ ફોર્મેટ માટે તૈયાર કરવા માગે છે.
સૈનીએ વેસ્ટ ઇન્ડિઝ-એ સામેની પ્રેક્ટિસ મેચમાં ૬ ઓવર નાખી હતી. તેના સિવાય ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ અને ઉમેશ યાદવે પણ બોલિંગ કરી હતી. મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારે આ મેચમાં ભાગ લીધો નહતો. સૈની ટીમ સાથે રહેવાનો હોવાથી બોલિંગ કોચ ભરત અરુણ તેની બોલિંગ પર વધારે કામ કરી શકશે. ટીમ મેનેજમેન્ટને ભરોસો છે કે સૈની ટેસ્ટ લેવલે સફળ થવા સક્ષમ છે. તેણે ૪૩ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૩ પાંચ વિકેટ હોલ સહિત૧૨૦ વિકેટ લીધી છે.

Related posts

આ વર્ષે કિંગ્સ ઇલેવન પંજાબ જીતી શકે છે આઈપીએલઃ ગ્લેન મેક્સવેલ

Charotar Sandesh

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ચેન્નઈ પહોંચી, કેપ્ટન હિટમેને શેર કર્યો વીડિયો…

Charotar Sandesh

ભારતને ફાળે વધુ બે મેડલ : હાઈજમ્પમાં મરિયપ્પન થંગવેલુએ સિલ્વર, શરદ કુમાર જીત્યો બ્રોન્ઝ મેડલ

Charotar Sandesh