Charotar Sandesh
ઈન્ડિયા

શરદ પવારે મમતાને પત્ર લખી સીએએ-એનઆરસીના સમર્થનની જાહેરાત કરી…

હું આ મુદ્દા પર મમતા બેનરજીની વાતથી એકદમ સંમત છું : શરદ પવાર

મુંબઇ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનરજી સીએએ-એનઆરસી પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમાં હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે પણ તેમને સમર્થન આપ્યું છે. મંગળવારના રોજ શરદ પવારે મમતા બેનરજીને પત્ર લખીને સીએએ-એનઆરસીના વિરોધમાં પોતાના સમર્થનની જાહેરાત કરી છે. મમતા બેનરજીએ ૨૩ ડિસેમ્બરના રોજ શરદ પવારને પત્ર લખીને તેમને સીએએ-એનઆરસીના વિરોધમાં પોતાનું સમર્થન આપવાની માગ કરી હતી.

શરદ પવારે પોતાના પત્રમાં લખ્યું છે કે હું આ મુદ્દા પર મમતા બેનરજીની વાતથી તેઓ એકદમ સંમત છે અને એનઆરસી-સીએએને લાગુ કરવાનો વિરોધ કરનારા તમામ નેતાઓની સાથે ખભેથી ખભો મેળવીને ઉભા રહેવાના સોગંદ લઉ છું.

દેશની સંસદમાં નાગરિકતા સુધારણા કાયદા પર દલીલ કરતી વખતે મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસ, કોંગ્રેસ પાર્ટી, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી, માયાવતીની બહુજન સમાજ પાર્ટી, ડીએમકે તેમજ કેટલાક અન્ય વિપક્ષોએ આ બિલના વિરોધમાં મતદાન કર્યું હતું જ્યારે શિવસેનાએ લોકસભાના પક્ષમાં મતદાન કર્યું હતું અને રાજ્યસભામાં મતદાનમાં ભાગ જ નહતો લીધો. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની સાથે મળીને શિવસેના સરકાર ચલાવી રહી છે.

Related posts

વડાપ્રધાનના પંજાબ પ્રવાસ દરમિયાન વિરોધીઓએ રસ્તો બ્લોક કર્યો : ભાજપ કાર્યકર્તાઓમાં રોષ

Charotar Sandesh

ભાજપ સાંસદ સ્મૃતિ ઇરાની અમેઠીમાં પોતાનું શાનદાર ઘર બનાવશે…!

Charotar Sandesh

નીતા અંબાણી અમેરિકાના સૌથી મોટા આર્ટ મ્યુઝિયમના પ્રથમ ભારતીય ટ્રસ્ટી તરીકે ચૂંટાયા…

Charotar Sandesh