Charotar Sandesh
ઈન્ડિયા વર્લ્ડ

શાંઘાઈ સમીટમાં મોદી-ઇમરાન : ન દિલ મળ્યા કે ન મળ્યા હાથ…

  • પાક પીએમએ કહ્યું- આશા છે કે, કાશ્મીર મુદ્દાનો ઉકેલ આવશે…

બિશ્કેક,

પીએમ મોદી એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં છે. સાથે જ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન પણ આ સંમલેનમાં બાગ લેવા બિશ્કેક  પહોંચ્યા છે.

સૂત્રોનું કહેવું છે કે, આ દરમિયાન એક કાર્યક્રમમાં મોદી અને ઈમરાન ઉપસ્થિત હતા, પરંતુ બંને વચ્ચે કોઈ વાત ન થઈ. આ પહેલા ઈમરાન કનિદૈ લાકિઅ ખાને બે વખત પત્ર લખીને વાતચીત શરૂ કરવા મોદીને અપીલ કરી હતી, પરંતુ ભારતીય વિદેશ મંત્રાલયે ગત સપ્તાહે કહ્યું હતું કે, એસસીઓ સંમેલન દરમિયાન પીએમ મોદી અને તેમના પાકિસ્તાની સમકક્ષ ખાન વચ્ચે દ્વિપક્ષીય બેઠકની અકીલા કોઈ યોજના નથી. તે પછી ઈમરાન ખાને એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનના સંબંધ પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે, ભારતની સાથે તેમના દેશના સંબંધો કદાચ પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. જોકે, તેમણે આશા વ્યકત કરી કે, તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્રભાઇ મોદી કાશ્મીર સહિત બધા મતભેદોને હલ કરવા માટે પોતાના ‘પ્રચંડ જનાદેશ’નો ઉપયોગ કરશે. ખાન અને મોદી બે દિવસના શાંધાઈ સહયોગ સંગઠન (એસસીઓ) માટે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં છે. બિશ્કેક જતા પહેલા રશિયન સમાચાર એજન્સી સ્પુતનિકને આપેલા એક ‘ઈન્ટરવ્યુ’માં ખાને કહ્યું કે, એસસીઓ સંમેલને તેમને બંને પાડોશી દેશો વચ્ચે સંબંધો સુધારવા માટે ભારતીય નેતૃત્વ સાથે વાત કરવાની તક આપી છે.

ખાને કહ્યું કે, એસસીઓ સંમેલને પાકિસ્તાનને ભારત સહિત અન્ય દેશોની સાથે પોતાના સંબંધ વિકસિત કરવા માટે એક નવો મંચ આપ્યો છે. ખાને કહ્યું કે, પાકિસ્તાન કોઈપણ પ્રકારની મધ્યસ્થા માટે તૈયાર છે અને પોતાના બધા પાડોશીઓ, ખાસ કરીને ભારતની સાથે શાંતિની આશા રાખે છે. તેમણે કહ્યું કે, ત્રણ નાના યુદ્ઘોએ બંને દેશોને એક હદે નુકસાન પહોંચાડ્યું છે કે હજુ પણ ગરીબીની જાળમાં ફસાયેલા છે.

Related posts

અમે ચીનને તો શું કોઈ પણ દેશને ભારતીયોની માહિતી નથી આપી : ટિકટોકની સ્પષ્ટતા

Charotar Sandesh

બ્રિટનમાં પ્રચંડ ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ : રાષ્ટ્રીય ઇમરજન્સી લાગૂ

Charotar Sandesh

કોરોનાની મહામારી ટળી નથી, કોરોના સામે જિલ્લાની જીત એ દેશની જીત છે : પ્રધાનમંત્રી મોદી

Charotar Sandesh