Charotar Sandesh
ઉત્તર ગુજરાત ચરોતર

શિક્ષણ કાર્યના ૧૦ દિવસ થયા છતાં એનસીઈઆરટીના પુસ્તકોની ઘટ..!!

અમદાવાદ,
વેકેશન બાદ રાજ્યમાં સ્કૂલો ખુલ્યાને ૧૦ દિવસ જેટલો સમય થયો છે છતાં પણ કેટલાક ધોરણના પાઠ્યપુસ્તકો મળતા ન હોવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે પાઠ્ય પુસ્તક મંડળના નાયબ નિયામકે જાણકરી આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે ગુજરાતી માધ્યમના કોઇ પણ ધોરણના પુસ્તકમાં તકલિફ નથી.

એન.સી.ઇ.ટી.આર.ઇના ૯૨ જેટલા વિષયો પૈકી અંગ્રેજી, હિન્દી, ઉર્દુ માધ્યમના ૩૦ પુસ્તકો મળ્યા નથી. જોકે, આ પુસ્તકો એકાદ સપ્તાહમાં આવી જશે જે બધી શાળાઓમાં પુસ્તકોની ડિલિવરી થઇ જશે.

પુસ્તક વિતરણ પાઠ્ય પુસ્તક મંડળના નાયબ નિયામક વિનય ગોસાઇના જણાવ્યા પ્રમાણે ગુજરાતી માધ્યમમાં ૧થી૮ અને ૯થી ૧૨ ગુજરાતની દરેક જગ્યાએ વિના મુલ્ય પુસ્તકો આપવામાં આવે છે. બધી શાળાઓ સુધી પહોંચી ગયા છે.
બીજો વિષય એવો છે કે જે કિંમતવાળા છે. કિંમતવાળા પુસ્તકો માટે અમદાવાદમાં અમારા ચાર વિતરકો છે. અહીંથી માલ લઇ જાય છે અને તેઓ દુકાનદારોને આપતા હોય છે. આ ઉપરાંત પાઠ્યપુસ્તક મંડળની અલગ વ્યવસ્થા પણ હોય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમમાં બધી જગ્યાએ પુસ્તકો પહોંચેલા છે. અમે ફરીથી વિતરક સાથે વાત કરીને જો ડિમાન્ડ હશે તો એને સોર્ટઆઉટ કરી દઇશું. બીજા માધ્યમો અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, એનસીઇઆરટીમાંથી કેટલાક ટાઇટલો આવવાના બાકી છે જેવા આ પુસ્તકો આવી જશે એટલે તરત જ બજારમાં મુકી દઇશું અને શાળાઓને પણ પહોંચતા કરીશું.

Related posts

આણંદ જિલ્લામાં કોરોનાના નવા ૧૨ કેસ નોંધાયા, પ્રજાએ જાગૃત થવું પડશે : જિલ્લા કલેકટર

Charotar Sandesh

આણંદ ખાતેથી જિલ્‍લામાં ૭૧મા વન મહોત્‍સવનો પ્રારંભ કરાવતા રાજયમંત્રી જયદ્રથસિંહજી પરમાર

Charotar Sandesh

વાહન માલિકો સંબંધિત આધારપુરાવા સાથે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે…

Charotar Sandesh