Charotar Sandesh
સ્પોર્ટ્સ

શિખર ધવન ખભાની ઈજાને કારણે ન્યૂઝીલેન્ડમા T20I સિરીઝમાંથી આઉટ…

ઓકલેન્ડ : ઓપનર શિખર ધવન ખભાની ઈજાને કારણે ૨૪ જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડમાં શરૂ થનાર ટીમ ઈન્ડિયાની પાંચ ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચોની સિરીઝમાં રમી નહીં શકે. ધવનને આ ઈજા હાલમાં બેંગલુરમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ વખતે થઈ હતી.

વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળ ભારતીય ટીમ ગઈ કાલે ઓકલેન્ડ જવા માટે રવાના થઈ હતી. એ ટીમની સાથે ધવન ગયો નહોતો. એની જગ્યાએ કયા ખેલાડીને ટીમમાં સામેલ કરાશે એનું નામ પસંદગીકારોએ હજી જાહેર કર્યું નથી.
બેંગલુરુ વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાના દાવ વખતે કેપ્ટન આરોન ફિન્ચે ફટકારેલા એક શોટ વખતે કવર સ્થાને ઊભેલા ધવને બોલને છલાંગ મારીને અટકાવવા જતાં એને ખભામાં ઈજા થઈ હતી. એ ઈજા થયા બાદ ધવન ફિલ્ડિંગ કરવા પાછો મેદાનમાં આવ્યો નહોતો.

બેંગલુરુ મેચમાં ભારત ૭-વિકેટથી જીતી ગયું હતું અને એ સાથે જ શ્રેણી પણ જીતી ગયું હતું. તે મેચ બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે નિમેલા મિડિયા મેનેજરે કહ્યું હતું કે ધવનની ઈજાનું અવલોકન કરાશે અને ધવન ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં જઈ શકશે કે કેમ તે વિશે શંકા છે.

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડમાં પાંચ ટ્‌વેન્ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચો, ૩ વન-ડે ઈન્ટરનેશનલ મેચો અને બે ટેસ્ટ મેચો રમશે. ૨૪ જાન્યુઆરીએ પહેલી ટ્‌વેન્ટી-૨૦ મેચ સાથે ભારતીય ટીમનો પ્રવાસ શરૂ થશે.

Related posts

ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી ફાસ્ટ બોલર અશોક ડિંડાએ નિવૃતિ જાહેર કરી…

Charotar Sandesh

સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો…

Charotar Sandesh

કંઇ ફર્ક નથી પડતો કે સામે કયો બાલર છેઃ ઋષભ પંત

Charotar Sandesh