Charotar Sandesh
ચરોતર ધર્મ સ્થાનિક સમાચાર

શ્રીજી મહારાજનાં સ્વહસ્તે લખાયેલ શિક્ષાપત્રીની ઓરિજિનલ કોપી હાલ ‘લંડન ઓક્ષફર્ડ યુનિવર્સિટી’માં છે…

“શિક્ષાપત્રીની રચના વડતાલમાં વિક્રમ સંવત ૧૮૮૨ મહા સુદ ૫ (૧૧ ફેબ્રુઆરી, ૧૮૨૬) ના હિંદુ કેલેન્ડર પ્રમાણે થઈ હતી, આમાં કુલ ૨૧૨ શ્લોકની રચના મહારાજે કરેલ છે…”

– શ્રીજી મહારાજનાં સ્વહસ્તે લખાયેલ શિક્ષાપત્રીની ઓરિજિનલ કોપી હાલ લંડન ઓક્ષફર્ડ યુનિવર્સીટીમાં છે. તો આજે શિક્ષાપત્રી વિષે થોડુંઘણું જાણીએ એ માટે અહીં મહારાજની આજ્ઞાના અમુક શિક્ષાપત્રીના શ્લોક રજૂ કરીએ છીએ.

  • અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે,તે સર્વે-તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે.(શિ. શ્લોક.૭)
  • તે માટે અમારા શિષ્ય એવા જેટમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહિ.(શિ. શ્લોક.૧૦) અને સર્વે જે સચ્છાસ્ત્ર તેનો જે સાર, તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્રી જે તે લખી છે,તે કેવી છે, તો સર્વે મનુષ્ય માત્રને મનવાંછિત ફળની દેનારી છે.(શિ. શ્લોક.૨૦૪)
  • એ હેતુ માટે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે સાવધાનપણે કરીને નિત્યપ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું.(શિ. શ્લોક.૨૦૫)
  • અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ તે જે તે,આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ,અર્થ,કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે.(શિ. શ્લોક.૨૦૬)
  • અને જે બાઈ-ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે,તે તો અમારા સંપ્રદાત થકી બાહેર છે,એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રી-પુરુષ તેમણે જાણવું.(શિ. શ્લોક.૨૦૭)
  • અને અમારા જે આશ્રિત સત્સંગી,તેમણે આ શિક્ષાપત્રીનો નિત્યપ્રત્યે પાઠ કરવો,અને જેને ભણતાં આવડતું ન હોય, તેમણે તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું.(શિ. શ્લોક.૨૦૮)
  • અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઈ ન હોય,ત્યારે તો નિત્યપ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી,અને આ જે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે એ રીતે પરમ આદર થકી માનવી.(શિ. શ્લોક.૨૦૯)
  • અને આ જે અમારી શિક્ષાપત્રી,તે જે તે દૈવી સંપદાએ કરીને યુક્ત જે જન હોય તેને આપવી,અને જે જન આસુરી સંપદાએ કરીને યુક્ત હોય તેને તો ક્યારેય ન આપવી.(શિ. શ્લોક.૨૧૦)
            – શિક્ષાપત્રી વિષે શ્રીજી મહારાજે આટલું કહ્યું છે અને તેમાં જે ગૃહસ્થોના નિયમ કહ્યા છે તે નિયમ સાવધાનપણે કરીને પાળવાના છે.આ જ મહારાજની સ્પષ્ટ આજ્ઞા છે.ગૃહસ્થાશ્રમી ઉપરાંત આચાર્ય મહારાજ શ્રી તથા સંતોના પણ નિયમો મહારાજે કહ્યા છે.તો હવે અત્યારના આ પાખંડી યુગમાં કેટલા આ નિયમોનું પાલન કરે છે?ઘણા પાખંડીઓએ તો હદ કરી નાખી છે.મહારાજના નિયમોના ધજાગરા ઉડાડી દીધા છે જાણે એ પોતે જ મહારાજ છે અને તેમના જ નિયમો ચાલે.અલ્યા ભાઈ કોઈ પણ વસ્તુની હદ હોય અને તેમાં પણ જો તમે આ અખિલ બ્રહ્માંડના અધિપતિ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમના નિયમોનું ઉલ્લંઘન કરીને તેમને પૂજવાનો ઢોંગ શું કામ કરો છો. મહારાજ થોડા માનવી છે તે કાંઈ જાણશે નઈ? મહારાજ તો અંતર્યામી છે તે બધું જ જાણે છે અને આ તમારા ઢોંગ તમને અત્યારે નઈ પણ મરવા પડશો ત્યારે ખબર પડશે.જ્યારે જમડા ઓ લેવા આવશે ત્યારે ખબર પડશે કે મેં અત્યાર સુધી બહુ ખોટું કર્યું પણ એ છેલ્લી ઘડીનો પછતાવો કામ નઈ લાગે અને જમડા મારતા મારતા નરકમાં લઈ જઈને નાખશે અને પછી જે સજા તેમણે નક્કી કરી હશે તે અવશ્ય ભોગવવી પડશે.માટે જો મહારાજના ધામમાં જવું હોય તો હજુ પણ સમય છે.શિક્ષાપત્રીના નિયમોનું પાલન કરવા માંડો. મહારાજના પધરાવેલા દેવ તેમાં પુરી શ્રદ્ધા સાથે ભક્તિ કરો,મહારાજના સ્થાપેલ બે ગાદીના આચાર્ય શ્રી તથા આચાર્ય શ્રી દ્વારા દિક્ષાને પામેલા સંતો તેમની આજ્ઞામાં રહો તેમની સેવા કરો, મહારાજના માન્ય ગ્રંથોનો પાઠ કરો જો આ બધું થઈ શકે તો માનજો અક્ષરધામ નક્કી અને અંતઃકાળે મહારાજ જાતે તેડવા આવશે તેની ગેરંટી.ઘણા સત્સંગીઓ એવા છે જે ધર્મની આડમાં ના કરવાનું કામ કરે છે અને બહારથી મોટો સત્સંગી હોવાનો ડોળ કરે છે આ બધું બંધ કરો અને સાવધાનપણે કરીને મહારાજની આજ્ઞામાં રહો તો જ કલ્યાણ છે.
  • Jignesh Patel

Related posts

આણંદ : સવારના ૧૦ વાગ્યા સુધી જુઓ કેટલા ટકા થયું મતદાન, બુથ ઉપર મતદાતાઓની લાંબી કતારો

Charotar Sandesh

ચેક રીટર્નના કેસમાં આણંદના શખ્સને ૧ વર્ષની કેદની સજા, જુઓ વિગત

Charotar Sandesh

આણંદ જિલ્લામાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનું અંદરખાને વેચાણ : વધુ ૩૩પ ફિરકાઓ ઝડપાયા

Charotar Sandesh