Charotar Sandesh
ઈન્ડિયા

શ્રીનગરમાં આતંકીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો : ૭ લોકો ઘાયલ

ભારે સુરક્ષા વ્યવસ્થા હોવા છતા પણ આતંકીઓ ગ્રેનેડ ફેંકવામાં સફળ…

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સખ્ત સુરક્ષા વચ્ચે હરિ સિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં ૭ લોકો ગંભીરપણે ઘાયલ થયા છે. ઘાટીમાં સખ્ત સુરક્ષા વ્યવસ્થા છે ત્યારે આ હુમલો થયો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
ઘટના બાદ મોટી સંખ્યામાં સુરક્ષાદળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. ઘટનાસ્થળે જમ્મુ કાશ્મીર પોલીસની સાથે સાથે સુરક્ષાદળોની ટીમ પણ હાજર છે. સુરક્ષાદળો આ ગ્રેનેટ હુમલાની તપાસ કરી રહી છે. જ્યારે ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
આ પહેલા દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ પાંચ ઓક્ટોબરે ગ્રેનેડ હુમલો કર્યો હતો. ડીસી ઓફિસ પાસે કરાયેલા આ હુમલામાં ટ્રાફિક પોલીસ કર્મચારી અને એક પત્રકાર સહિત ૧૪ લોકો ઘાયલ થયા હતા.
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીર આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ આતંકી હુમલા થવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને આ સિવાય સેનાના અધિકારીઓએ પણ દાવો કર્યો હતો કે, આતંકીઓ ર્ન્ઝ્ર પાર કરીને કાશ્મીરમાં ઘુસવાનો પ્રયાસ કરવાની ફિરાકમાં છે.
આ અગાઉ જમ્મુ કાશ્મીરના અવંતિપુરમાં મંગળવારે સુરક્ષાદોળોનું આતંકીઓ ઘર્ષણ થયુ હતું જેમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. માર્યા ગયેલા આતંકીની ઓળખ લશ્કર-એ-તૈયબાના અબુ મુસ્લિમ તરીકે થઈ હતી. આ સિવાય ઘાટીમાં આતંકી સમુહો સક્રિય હોવાની હાલમાં જ જાણકારી સામે આવી હતી, જેના કારણે ઘાટીમાં સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

Related posts

ચીનમાં કોરોના વાયરસનો હાહાકાર : ૮૦ લોકોના મોત…

Charotar Sandesh

વિશ્વ બેન્કની ચેતવણી : કોરોનાના કારણે એશિયાનાં એક કરોડ ૧૦ લાખ લોકો થઈ જશે ગરીબ…

Charotar Sandesh

સરકારને ‘સુપ્રિમ’ની રાહત : એસસી/એસટી સંશોધિત એક્ટને આપી મંજૂરી…

Charotar Sandesh