Charotar Sandesh
સ્પોર્ટ્સ

શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર…

કોલંબો,
શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર કરવામાં આવી છે. સોમવારે ન્યૂઝીલેન્ડની ટીમની આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ સિરીઝ માટે જાહેરાત થઈ છે. વિશ્વ કપ ૨૦૧૯ની ફાઇનલમાં થયેલા પરાજય બાદ કીવી ટીમનો આ પ્રથમ પ્રવાસ છે.
કેન વિલિયમસનની આગેવાનીમાં કીવી ટીમ શ્રીલંકામાં બે ટેસ્ટ મેચ રમશે. બંન્ને દેશો વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ બે મેચ ૧૪થી ૧૮ ઓગસ્ટ અને ૨૨થી ૨૬ ઓગસ્ટ વચ્ચે રમાશે. આ સિવાય શ્રીલંકાના પ્રવાસ પર ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ મેચોની ટી૨૦ સિરીઝ પણ રમશે.
એશિયામાં રમવા માટે ન્યૂઝીલેન્ડ ટીમની પસંદગીકારોએ સ્પિનરો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ૧૫ સભ્યોની ટીમમાં ૪ સ્પિનરોને સ્થાન આપવામાં આવ્યું છે. આ વિશે ન્યૂઝીલેન્ડ ટીમના હેડ કોચ ગૈરી સ્ટેડનું માનવું છે કે, શ્રીલંકામાં સ્પિનરોને મદદ મળશે. તેથી સ્પિનરોની ચોકડીના રૂપમાં એજાજ પટેલ, વિલ સમરવિલે, મિશેલ સેન્ટનર અને ટોડ એસલેને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ન્યૂઝીલેન્ડની ટીમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ૧૪ ટેસ્ટ મેચની સિરીઝ ૬ દેશો વિરુદ્ધ રમશે. ૯ દેશો વચ્ચે ૧ ઓગસ્ટથી ૨૦૨૧ સુધી રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ૨૭ ટેસ્ટ સિરીઝ રમાવાની છે.

શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ
કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ લાથમ, જીત રાવલ, રોસ ટેલર, હેનરી નિકોલ્સ, બીજે વેટલિંગ, ટોમ બ્લુંડેલ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, ટોડ એસલે, ટિમ સાઉદી, વિલ સમરવિલે, નેલ વેગ્નર, એજાજ પટેલ અને ટ્રેન્ટ બોલ્ટ.

Related posts

IPL શરૂ થાય તે પૂર્વે આ ટીમમાં કોરોનાની થઈ એન્ટ્રી : બોલર સહિત ૧૩ લોકોને કોરોના…

Charotar Sandesh

ભાજપ સાંસદ ગૌતમ ગંભીરને કાશ્મીરથી મારી નાખવાની ધમકી આપવામાં આવી

Charotar Sandesh

કોરોના જંગ સામે લડવા સચિને ૧ કરોડ અને રાજસ્થાન રૉયલ્સે ૭ કરોડ આપ્યા…

Charotar Sandesh