Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

સંસ્કૃતિ-ઉત્સાહ-આધુનિકતાનો સમન્વય એટલે મલ્હાર મેળો… મુખ્યમંત્રી મેળો નીહાળી ઝુમી ઉઠયા…

જન્માષ્ટમીમાં મેળા થકી નવી ઉર્જાનો સંચાર : વિજયભાઇ

રાજકોટ : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રેસકોર્સ મેદાનમાં યોજાયેલા ‘‘મલ્હાર’’ લોકમેળાના શ્રીગણેશ કરાવ્યા હતા અને મુખ્યમંત્રીપદનો ભાર ઉતારી ફજરમાં બેસવાનો બાળસહજ આનંદ મન ભરીને માણ્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોકમેળાનો શુભારંભ કરાવતાં ઉત્સાહજનક સ્વરે જણાવ્યું હતું કે, સંસ્કૃતિ, પરંપરા, ઉત્સાહ અને આધુનિકતાનો સુભગ સમન્વય રાજકોટ સહિત સમગ્ર રાજયમાં ઉજવાતા લોકમેળાઓમાં સુપેરે જોવા મળે છે. આ બાબતને તેમણે રાજયના નાગરિકોની ઉત્સાહપ્રેરક મનોસ્થિતિનું પ્રતિબિંબ ગણાવી હતી.

રાજકોટ ખાતે યોજાતા લોકમેળાનો ટૂંકો ઇતિહાસ રજૂ કરીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટવાસી તરીકેની પોતાની આગવી ઓળખ સાબિત કરી આપી હતી. આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ મેળા સાથેના પોતાના સંસ્મરણો ભાવુક સ્વરે વાગોળ્યા વગર રહી નહોતા શકયા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મેળો માણવા આવેલા નાગરિકોને પ્રતિવર્ષ રાજકોટના મેળામાં જોવા મળતી સામાજિક સમરસતા આ વર્ષે પણ જાળવી રાખવા અને મેળામાં સ્વચ્છતા થકી સ્વસ્થતા જાળવવા પર ભાર મુકયો હતો. લોકજીવનમાં મેળાનું મહત્વ પિછાણતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે કહયું હતું કે, જનસામાન્યમાં મેળા થકી નવી ઉર્જાનો સંચાર થાય છે, જેનાથી રાજયના નવસર્જનમાં સામાન્ય નાગરિકો સહભાગી બની શકે છે. ગુજરાતને ધબકતું રાખવામાં અને વાઇબ્રન્ટ બનાવવામાં લોકમેળાઓનો હિસ્સો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહત્વનો ગણાવ્યો હતો.

Related posts

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યભરના વાતાવરણમાં પલટો,ધૂળની ડમરી ઊડી,ખેડૂતો ચિંતાતુર રાજ્યમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદઃ સાત લોકોના મોત ૧૧ જિલ્લાના ૩૮ તાલુકામાં કમોસમી વરસાદ, કરા પડતાં ખેતીને ભારે ફટકો,લોકોને મળી ગરમીમાં રાહત

Charotar Sandesh

રાજ્યના આ શહેરમાં આ વર્ષે નવરાત્રિમાં ગરબાનું આયોજન નહિ કરવામાં આવે

Charotar Sandesh

રાજ્યમાં મહિલાઓ અસુરક્ષિત… છેલ્લા પાંચ વર્ષમાં ૧૩૧ દુષ્કર્મનાં કેસ નોંધાયા…

Charotar Sandesh