Charotar Sandesh
ઈન્ડિયા

સફેદ કારમાં આર્મી ડ્રેસ પહેરીને ઘુસ્યા ૫ આતંકી..!! દિલ્હીમાં હાઈ એલર્ટ…

ન્યુ દિલ્હી : પાછલા કેટલાક દિવસોથી ગુપ્તચર એજન્સીઓ દ્વારા રેકોર્ડ કરાયેલી આતંકી ગ્રુપોની વાતચીત અને તેના ખતરનાક અંજામને લઈને દિલ્હી પર મોટા ખતરાનું વારંવાર એલર્ટ જાહેર કરાતું રહ્યું છે. તાજા ઈનપુટ એક એવી કાર માટે છે જેમાં શંકાસ્પદ આતંકીઓ યુપી થઈને દિલ્હીમાં ઘુસ્યા છે.
સફેદ કારમાં ૫ શંકાસ્પદ આર્મી યુનિફોર્મમાં જોવા મળ્યા છે. તેમનો ટાર્ગેટ ડિફેન્સ બેસ સાથે વીઆઈપી મૂવમેન્ટવાળી જગ્યાઓ છે. આ બાદ સુરક્ષા એજન્સીઓએ શંકાસ્પદ કારને લઈને દિલ્હી, યુપી, હરિયાણા અને એનસીઆરના શહેરોને હાઈ એલર્ટ પર મૂક્યા છે. યુપી અને દિલ્હી પોલીસ વચ્ચે આ સંબંધમાં સંયુક્ત રીતે સીક્રેટ જાણકારીની બધી અપડેટ શેર કરવામાં આવી રહી છે. એનબીટીના હાથે કારમાં સવાર આર્મી યુનિફોર્મમાં રહેલા શંકાસ્પદોની તસવીર લાગી હતી. જેને લઈને પાછલા ૫ દિવસથી યુપી તથા દિલ્હી પોલીસ વધારે સાવધાન છે.
સૂત્રો મુજબ ૧૮ ઓક્ટોબરે ઈનપુટ મળ્યા હતા કે સફેદ રંગની કારમાં ગાઝિયાબાદનો નંબર છે. બધા શંકાસ્પદ આર્મી ઓફિસરવાળા યુનિફોર્મમાં છે. આ વિશે વીઆઈપીની સુરક્ષામાં રહેલા જવાનો સહિત ડીસીપી, સ્થાનિક પોલીસને શંકાસ્પદ કાર વિશે સાવધાન રહેવા માટે કહેવાયું છે. કારને એક ટોલનાકા પર જોવાઈ હતી. આ બાદ દિલ્હીમાં ઘુસવા પર તેમની મૂવમેન્ટ પર નજર રખાઈ રહી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ચારથી પાંચ શંકાસ્પદ આતંકીઓને આ પહેલા ગોરખપુરમાં જોવાયા હતા. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે તેઓ નેપાળના રસ્તે થઈને ભારતમાં ઘુસ્યા છે.
ઈનપુટ છે કે બધા આતંકી ૧૭ ઓક્ટોબરે દિલ્હીમાં ઘુસ્યા છે અને એક જ કારમાં સવાર છે. તેમના વચ્ચે થયેલી વાતચીતને સુરક્ષા એજન્સીઓએ રેકોર્ડ કરી છે. પોલીસે પ્રધાનમંત્રી કાર્યાલય, સેના ભવન, સંસદ, રાષ્ટ્રપતિ ભવન, ખાન માર્કેટ, કનોટ પ્લેસ જેવી જગ્યાઓ આસપાસના વિસ્તારોને સંવેદનશીલ કેટેગરીમાં રાખ્યા છે. જામા મસ્જિદ, દિલ્હી પોલીસ હેડક્વોર્ટર, રાઉજ એવેન્યૂ કોર્ટ, લક્ષ્મી નગર, પ્રીતિ વિહાર, આનંદ વિહાર વિસ્તાર અને રેલવે સ્ટેશનની જાહેર જગ્યાઓ પર આતંકવાદી હુમલાનો ભય છે.

Related posts

જેનિફર વિન્ગેટનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ વધુ તસવીરો

Charotar Sandesh

વડાપ્રધાન મોદી બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોરોના વેક્સિન લીધી…

Charotar Sandesh

રશિયન વેક્સિન સ્પુતનિકના એક ડોઝ માટે ૧,૦૦૦ ચૂકવવા પડશે…

Charotar Sandesh