Charotar Sandesh
ગુજરાત

સરદાર સરોવરમાં ૬૭.૮૯ ટકા પાણી, ૩૭ જળાશયો ૫૦ ટકા સુધી ભરાયા…

નર્મદા,
ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૭ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮ઃ૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૬૨.૯૧ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૭ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૧૦ જળાશયો છલકાયા છે.
૮ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા તેમજ ૧૮ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૬૭.૮૯ ટકા ભરાયું છે. અત્યારસુધીમાં રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૦.૨૦ ટકા વરસાદ થયો છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે.
રાજ્યમાં હાલમાં ૧૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૪૮,૬૯૯ ઉકાઇમાં ૭૧,૭૧૧, દમણગંગામાં ૩૮,૨૧૦, કડાણામાં ૭,૭૭૦, કરજણમાં ૭,૦૨૯, ઝૂજમાં ૧,૨૪૩, વેર-૨માં ૧,૧૯૪, વાણાકબોરીમાં ૧,૧૦૦ અને કેલિયામાં ૧,૦૩૭ ક્યુસેકનો સમાવેશ થાય છે.
ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૬.૪૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૫૩.૪૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૧.૯૮ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૫૮ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૨૦.૨૮ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૪૨.૦૬ ટકા એટલે ૨,૩૪,૧૪૩.૩૯ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.
રાજયના ૧૪ તાલુકાઓમાં બુધવારે સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યાં હોવાના અહેવાલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત થયા છે. જેમાં વલસાડના કપરાડા તાલુકામાં અને દાહોદના ઝાલોદ તાલુકામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. કપરાડામાં ૧૩ મી.મી., ઝાલોદમાં ૧૧ મી.મી., માંગરોળમાં ૬ મી.મી., સુરતના માંડવીમાં ૪ મી.મી. અને અન્ય ૧૦ તાલુકાઓમાં ૩ મી.મી.થી ઓછો વરસાદ સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં વરસ્યો છે.

Related posts

રાજસ્થાનમાં ૧૪ દિવસના લોકડાઉનને પગલે ગુજરાત-રાજસ્થાન બોર્ડર સીલ…

Charotar Sandesh

સોમનાથમાં ભાજપના કાર્યકરો અતિઉત્સાહમાં આવી ફટાકડા ફોડતાં સી.આર.પાટિલને આંખમાં ઈજા…

Charotar Sandesh

સહકાર ક્ષેત્ર દેશના આર્થિક વિકાસનું ત્રીજુ મોડેલ છે : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ

Charotar Sandesh