Charotar Sandesh
બોલિવૂડ

સલમાન-શાહરુખના ગીતને કેમ આઇટમ સોંગ નથી કહેતા..?! : કૃતિ સેનન

મુંબઈ,
ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની તાજેતરમાં રજૂ થઇને ફ્લોપ નીવડેલી ફિલ્મ કલંકમાં ઐરા ગૈરા ગીતમાં દેખાયેલી કૃતિ સનોને આઇટમ નંબર વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

કૃતિએ કહ્યું કે સલમાન ખાન અને શાહરુખ ખાન કોઇ ખાસ ગીતમાં સાથે ડાન્સ કરતા દેખાય તો તમે એને આઇટમ નંબર કેમ નથી કહેતા અને કોઇ હીરોઇન અમુક ગીતમાં ડાન્સ કરતી દેખાય તો એ આઇટમ નંબર તરીકે ઓળખાવવામાં આવે. આવાં ડબલ ધોરણ કેમ ?

એક ઇન્ટરવ્યૂમાં કૃતિએ કહ્યું કે ફિલ્મમાં મનોરંજક તત્ત્વો વધારવા અને દર્શકને રાજી કરવા ફિલ્મ સર્જકો આવા પ્રયોગો કરતાં હોય છે. એને આઇટમ નંબર કહીને ઊતારી પાડવાનું કોઇ રીતે યોગ્ય નથી. ગીત એટલે ગીત અને ડાન્સ એટલે ડાન્સ. એમાં આઇટમ નંબર જેવા શબ્દો ક્યાંથી વચ્ચે આવી જાય છે ? વાસ્તવમાં આવાં ગીતો તૈયાર કરનાર સર્જકોને પણ થોડું સન્માન આપવું જોઇએ. આવાં ગીતોમાં સહભાગી થનારા કલાકારોની પણ થોડી કદર થવી જોઇએ.

Related posts

આદિપુરુષ ફિલ્મને લઈ ભારે વિરોધ બાદ આખરે ફિલ્મના નિર્માતાએ લીધો આ નિર્ણય

Charotar Sandesh

કોરોનાના નહિ પણ ચોમાસાના કારણે ‘મન્નત’ને પ્લાસ્ટિકની કોથળીથી સીલબંધ કરાયો…

Charotar Sandesh

‘રેડ’ની સિક્વલની હાલ કોઇ યોજના નથીઃ ફિલ્મ સર્જક રાજકુમાર

Charotar Sandesh