Charotar Sandesh
બોલિવૂડ

સળંગ હિટ ફિલ્મો બાદ અક્ષય કુમારે પોતાની ફીમાં ધરખમ વધારો કર્યો…

મુંબઇ,
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હાલમાં અક્ષય કુમાર સૌથી સફળ એક્ટર્સની લિસ્ટમાં ટૉપ પર છે. તેની વર્ષમાં એકથી વધુ ફિલ્મો રિલીઝ થાય છે. અને તે બૉક્સ ઓફિસ પર જબરજસ્ત સફળતા પણ મેળવે છે. બેક ટૂ બેક બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર અક્ષય કુમાર બોલિવૂડનો મોંઘો એક્ટર્સ પણ છે.
રિપોર્ટ પ્રમાણે પાછલી ફિલ્મોની સફળતાને જોતા અક્ષય કુમારે હવે પોતાની ફિમાં વધારો કરી દીધો છે. અક્ષય કુમારના નજીકના સૂત્રાના જણાવ્યા પ્રમાણે, અક્ષય કુમાર હવે એક ફિલ્મ માટે રૂપિયા ૫૪ કરોડ ચાર્જ કરે છે. અક્ષય ‘રાઉડી રાઠોર’ કરતો હતો ત્યારે ૨૦૧૨નું વર્ષ હતું ને એ વખતે અક્ષયને એક ફિલ્મના ૯ કરોડ મળ્યા હતા. આ ફિલ્મ સુપર હીટ થતાં અક્ષયના દિવસો બદલાયા તેથી તે ૯ નંબરને લકી માને છે.
અક્ષય આ કારણે જ ૯ના ગુણાંકમાં ફી લે છે. હાલમાં અક્ષય એક ફિલ્મ માટે રૂપિયા ૫૪ કરોડ ફી માંગી રહ્યો છે. થોડા દિવસો પહેલાં ફોર્બ્સ મેગેઝિને અક્ષય કુમારને રૂપિયા ૪૪૪ કરોડની કમાણી સાથે બોલીવૂડનો સૌથી વધુ કમાણી કરનારો અભિનેતા ગણાવ્યો હતો.

Related posts

હિસ્ટોરિકલ ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું ટ્રેલર રિલીઝ…

Charotar Sandesh

આલિયાનું પ્રથમ પંજાબી ગીત ‘પ્રાડા’ રિલીઝ…

Charotar Sandesh

અમિતાભ બચ્ચન અને એકતા કપૂર આ વર્ષે દિવાળીની ઉજવણી નહીં કરે…

Charotar Sandesh