Charotar Sandesh
બોલિવૂડ

સાચો પ્રેમી ક્યારેય ચિંતાનું કારણ નથી બનતો : મલાઈકા અરોરા

મુંબઈ,
બોલિવૂડ લવ બડ્‌ર્સ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર હવે જાહેરમાં પોતાનો પ્રેમ સ્વીકારી રહ્યા છે. બન્ને એકબીજા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી રહ્યા છે, કમેન્ટ કરી રહ્યા છે. અગાઉ મલાઈકાએ અર્જુનના જન્મદિવસ પર બન્નેના ફોટો વાળી પોસ્ટ શેર કરી હતી. ત્યારબાદ અર્જુને મલાઈકાનો ફોટો શેર કરીને કહ્યું હતું કે, તેની પાસે મારું દિલ છે. હવે મલાઈકાએ અર્જુન કપૂર માટે પોસ્ટ મૂકી છે. મલાઈકાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં એક ક્વોટ શેર કરીને અર્જુન કપૂરને ટેગ કર્યો છે. તેમાં લખ્યું છે કે, સાચો પ્રેમી તમને ક્યારેય ચિંતા કરાવતો નથી. તમને શાંતિનો અહેસાસ થાય છે. તે દરેક મુશ્કેલીઓને રોકીને તમારું જીવન અમૃતસભર બનાવી દે છે.’

મલાઈકાએ અર્જુન સાથેનો એક ફોટો પણ શેર કર્યો હતો પરંતુ તેમાં બન્નેએ માસ્ક પહેર્યા હતા એટલે બન્નેના ચહેરા દેખાતા ન હતા. મલાઈકાએ તેમાં ‘બૂ’ એવું લખ્યું હતું.

Related posts

ટીઆરપી લિસ્ટમાંથી કપિલનો શો ટોપ ૧૦માંથી બહાર…

Charotar Sandesh

કપિલને પ્રિયંકાની ઑફર, ૨ કરોડનો ચેક કે ૬ હૉટ છોકરી સાથે માલદીવનું પેકેજ…

Charotar Sandesh

રિયા ચક્રવર્તી ગાયબઃ બિહાર પોલીસ લૂટ આઉટ નોસિ જાહેર કરે તેવી શક્યતા

Charotar Sandesh