Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

સાબરમતી સેન્ટ્રલ જેલ બન્યું કોલ સેન્ટર… ૬ વર્ષમાં ૧૯૮ મોબાઇલ અને ૯૧ સીમકાર્ડ મળ્યા…

અમદાવાદ : અમદાવાદ સાબરમતી જેલ કેદીઓ માટે જલસા અને રીતસર ધમધમતુ ખંડણીનું કોલ સેન્ટર હોવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા ૬ વર્ષમાં સેન્ટ્રલ જેલમાંથી ૧૯૮ મોબાઇલ અને ૯૧ સીમકાર્ડ મળી આવ્યા છે. વિશાલ ગોસ્વામી રીતસર ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું છે. આધુનિક સમયમાં કોઈનો પણ ફોન ટ્રેસ કરીને તેની સામે કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ વારંવાર જસ ખાટે છે. પરંતુ સાબરમતી સેન્ટ્રલ જેલમાં વિશાલ ગોસ્વામી વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ ટેક્નોલોજીની મદદથી પોતાના ટાર્ગેટને ધમકી આપવા સંપર્ક કરતો હતો. સાબરમતી જેલ ઝામર અને અન્ય વસ્તુઓથી અતિસુરક્ષિત હોવાનું માનવામાં આવે છે,. પરંતુ ત્યાં ફોન નેટવર્ક નહીં પરંતુ હાઈ સ્પીડ ઇન્ટરનેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે જ્યાં સમગ્ર જેલતંત્ર અને અવાર નવાર રેડ કરતી સુરક્ષા એજન્સીના દાવા પણ ખોટા સાબિત થઈ રહ્યાં છે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કુખ્યાત ગુનેગારો આતંકવાદીઓ અને અન્ય હિસ્ટ્રીસીટરો પોતાની જરૂરિયાતની વસ્તુઓ મેળવી લેતા હોવાની ચર્ચાઓ અવાર નવાર થઈ હતી. પરંતુ વારંવાર ગુજરાત પોલીસ આ દાવાઓ ખોટા હોવાનું કહીને વાત ઉડાડી દેતી હતી. અતિસંવેદનશીલ સાબરમતી જેલ આતંકવાદીઓ દ્વારા બનાવવામાં આવેલી સુરંગના કારણે બદનામ છે. તેની સાથે ગોવા રબારી, વહાબ અને વિશાલ ગોસ્વામી જેવા ગુનેગારો જેલમાં રહીને પોતાનું ખંડણીનું નેટવર્ક ચલાવતા હતા. આ ગુનેગારો કોઈની રહેમ નજર વગર ચાલતા હોય તેવું માનવું અશક્ય છે. અમુક રૂપિયાની લાલચમાં કેટલાક જેલ સ્ટાફ કેદીઓને મોબાઇલથી લઇને તમામ વસ્તુઓ પ્રોવાઇડ કરે તેવી આશંકા છે.

Related posts

હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડશે..!!, પાટીદાર ગ્રૂપમાં પોસ્ટર વાયરલ…

Charotar Sandesh

કોરોનાની સ્થિતિ જોતા ગુજરાતમાં ૩-૪ દિવસનું લોકડાઉન લગાવવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ…

Charotar Sandesh