Charotar Sandesh
ગુજરાત ચરોતર

સીએમ રૂપાણીએ ડાયનાસોર પાર્ક ઈન્ટરપ્રિટેશન સેન્ટરનું કર્યું લોકાર્પણ…

  • આ રૈયોલી ડાયનોસોર પાર્ક ઈન્ટરપ્રિટેશન સેન્ટર મહીસાગરમાં આવેલા બાલાસિનોર તાલુકામાં આવેલું છે

મહીસાગર,
ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદહસ્તે સવારે રૈયોલી ડાયનોસર પાર્ક ઈન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ રૈયોલી ડાયનોસોર પાર્ક ઈન્ટરપ્રિટેશન સેન્ટર મહીસાગરમાં આવેલા બાલાસિનોર તાલુકામાં આવેલું છે.

આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને મંડપ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, વીજળી પુરવઠા, પીવાના પાણીની વ્યવસ્થા, કાયદો તેમજ વ્યવસ્થા, પાર્કિગ, આરોગ્ય વિષયક તેમજ સફાઈ વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લાના અધિકારીઓને સોંપવામાં આવેલી તમામ કામગીરીના સંકલનમાં રહીને ટીમવર્ક સાથે કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ડાયનાસોર પાર્કતો બીજી બાજુ રાજ્યની પોલીસ દ્વારા સુરક્ષાને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તેમજ તમામ સ્થળો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.આ પાર્ક લગભગ ૭ કરોડ રૂપિયાના ખર્ચે ૫૨ એકરમાં તૈયાર કરવામાં આવ્યું છે.
ફોસીલ પાર્કથી લોકોને ડાઈનોસોર્સના રહેઠાણ, ટેવ, ખોરાક, જીવન પદ્ધતિ અને તેમના અંત વિશે માહિતી મળશે. ૨૦૦૩માં રૈયાળીમાંથી ડાઈનોસોર્સની લગભગ ૭ પ્રજાતિઓ શોધી કાઢવામાં આવી હતી. જેમાં અવશેષ, હાડકા, અને ઈંડા મળી આવ્યા હતા.

આ કાર્યક્રમ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ, મહિલા અને બાળકલ્યાણ પ્રધાન ગણપતભાઈ વસાવા, પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ પ્રધાન જવાહર ચાવડા, રાજ્યકક્ષાના કૃષિપ્રધાન જયદ્રથસિંહ પરમાર, રાજ્યકક્ષાના પ્રવાસન શૈક્ષણિક અને સામાજીક પછાત વર્ગોનું કલ્યાણ પ્રધાન વાસણભાઈ આહિર, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી લીલાબેન અંકોલીયા, અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઇ પાઠક, ધારાસભ્યો, મહિસાગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન, પ્રવાસન વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદર, જિલ્લા કલેક્ટર આર.બી બારડ અને ગુજરાત પ્રવાસન નિગમના ડિરેક્ટર જેનુ દેવન ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સ્થાનિક સ્વરાજની ચુંટણી : આણંદમાં પ્રચારના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસ દ્વારા બાઈક રેલીઓ યોજાઈ…

Charotar Sandesh

ચિખોદરા ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ ઉમરેઠ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના હસ્તે કરાયું…

Charotar Sandesh

ઉમરેઠ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપે સીટ જાળવી રાખી…

Charotar Sandesh