Charotar Sandesh
બોલિવૂડ

સુનીલ શેટ્ટી એન્ટી ડોપિંગ એજન્સીનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો…

મુંબઈ : બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીની નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ભારતની ટોપ બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુટ્ટા તથા બોક્સ વિજેન્દર સિંહે આ અંગે નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે આ રોલ માટે સ્પોટ્‌ર્સ પર્સન વધારે યોગ્ય હોત.

નાડાએ સુનીલ શેટ્ટીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી હતી. આના પર જ્વાલાએ કહ્યું હતું, ‘મારા મતે, નાડાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોઈ સ્પોટ્‌ર્સ પર્સન હોવો જોઈએ. મને ખબર નથી પડતી કે આપણે એક્ટર્સ પ્રત્યે કેમ આકર્ષણ અનુભવીએ છીએ. હાલના સમયે કોઈ સ્પોટ્‌ર્સ પર્સન જ નાડાનો બ્રાન્ડ એમ્બેસેડર હોવો જોઈએ. સ્પોટ્‌ર્સ માટે આ મહત્ત્વની સંસ્થા છે. તેથી જ કોઈ સ્પોટ્‌ર્સ પર્સન જ આના માટે યોગ્ય પસંદગી હોત.’

બોક્સર વિજેન્દર સિંહે કહ્યું હતું કે સ્પોટ્‌ર્સ પર્સન સારી પસંદગી હોત પણ તેને સુનીલ શેટ્ટી સામે પણ વાંધો નથી. વધુમાં વિજેન્દરે કહ્યું હતું કે આ સ્પોટ્‌ર્સ સંસ્થા હોવાથી સુશીલ જેવી વ્યક્તિ એમ્બેસેડર તરીકે વધુ યોગ્ય હોત પરંતુ અન્ના (સુનીલ શેટ્ટી) પણ ફિટનેસ ફ્રિક છે અને તે તેમને શુભેચ્છા પાઠવે છે.

Related posts

વોટિંગ ન કરવા બાબતે પ્રશ્ન પૂછાતા અક્ષય કુમાર થયો ગુસ્સો, જુઓ વીડિયો

Charotar Sandesh

જેમ્સ બોન્ડ અને સ્ટાર વોર્સમાં રોલ ઓફર થયો હતો : રાધિકા આપ્ટે

Charotar Sandesh

‘સાહો’ માટે પ્રભાસને અધધધ…રૂ. ૧૦૦ કરોડ મળ્યા..!!

Charotar Sandesh