Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત પંથકમાં ઝંઝાવાતી પવન સાથે સાંબેલાધાર ૧૦ ઈંચ…

મોડીરાત્રીથી શરૂ થયેલા વરસાદે સવાર સુધી પણ સતત ચાલુ : શાળા – કોલેજો બંધ : રાજમાર્ગો અને રહેણાંક વિસ્તારોમાં ૧ થી ૧II ફૂટ પાણી ભરાયા : ફલાઈટ રદ્દ અને ડાયવર્ટ : આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા…

વડોદરા બાદ મોડી રાત્રીથી સવાર સુધી મેઘરાજાએ સુરત શહેરને ધમરોળી નાખતા ઉંઘતા સુરતવાસીઓની હાલત કફોડી બની હતી. ભારે પવન સાથે મુશળધાર વરસાદે સુરતના ઘણા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. સુરતમાં ધોધમાર ૧૦ ઈંચ વરસાદ પડતા તંત્ર હરકતમાં આવી ગયુ છે. જાણવા મળતી વિગતો મુજબ શુક્રવારની મોડી રાત્રી અને શનિવારની વ્હેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે જાણે સુરતીલાલાઓની સ્થિતિ કફોડી બનાવી દીધી હતી. ભારે પવનને કારણે અનેક સ્થળોએ વૃક્ષો અને હોર્ડીંગ્સ જમીનદોસ્ત થયા હતા. રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા.

ઝંઝાવાતી પવન સાથે મુશળધાર વરસાદ વરસતા ભારે વાહન પણ ચલાવવામાં મુશ્કેલીઓ પડતા વાહનચાલકોએ વાહનો રોડ પર થંભાવી દીધા હતા. મોડી રાત્રીથી શરૂ થયેલા વરસાદ સવારે ૧૦:૩૦ કલાક સુધી સતત ચાલુ રહેતા અંદાજીત ૧૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતની ભાગોળે આવેલ ઓલપાડ વિસ્તારમાં ૨૪૦ મી.મી. વરસાદ નોંધાયો છે. જયારે સુરતના વરાછા, કાપોદ્રા, આઠવાલાઈન વિસ્તાર સહિત સમગ્ર સુરત શહેરમાં અંદાજે ૧૫૦થી ૨૦૦ મી.મી. વરસાદ નોંધાયાનું જાણવા મળે છે. તોફાની વરસાદને પગલે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ અને યુનિવર્સિટીના સત્તાધીશોએ સાવચેતીના પગલારૂપે શાળા – કોલેજો બંધ રાખવામાં આવ્યા છે તેમજ વાહન વ્યવહારો પણ થંભી ગયા છે. વિમાન માર્ગમાં અવરોધ સર્જાતા ૩ ફલાઈટ રદ્દ કરવામાં આવી છે. તેમજ ૨ ફલાઈટ ડાયવર્ટ કરવામાં આવી છે. સુરતના અનેક વિસ્તારોમાં ૧ થી ૧II ફૂટ કે ૩ ફૂટ જેવા પાણી ભરાતા ઘરવખરી અને દુકાનમાં સામાન પલળી જતા લોકોમાં દોડધામ મચી ગઈ છે.

Related posts

બ્રેકિંગ : કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ હવે આગામી ર જૂને કમલમમાં કેસરીયો ખેસ પહેરશે

Charotar Sandesh

લાલચ બુરી બલા : વડોદરામાં સિનિયર સિટીઝને ૯ લાખ રૂપિયા ગુમાવ્યા…

Charotar Sandesh

આંતરરાષ્ટ્રીય મહિલા દિનઃ શંકરસિંહ વાઘેલાએ મહિલાઓ માટે ઉત્કર્ષ કામ કરેલા…

Charotar Sandesh