Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત : 14 માળની કાપડ માર્કેટની આગ 12 કલાક બાદ પણ બેકાબૂ : કરોડોનું નુકસાન, વેપારીઓમાં રોષ…

એક ભૂલ અને કરોડો રૂપિયાનો ધૂમાડો, સુરત આગમાં ઘોડો ભાગ્યા બાદ તબેલાને તાળું મારશે તંત્ર…!

પ્રચંડ આગની જ્વાળાઓમાં 14મો માળ સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો…

સુરત : શહેરના પુણા-સારોલી રોડ પર આવેલા રઘુવીર સિલિયમ માર્કેટમાં મળસ્કે ત્રણ વાગ્યાની આસપાસ ચોથા માળ પર શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગ જોત જોતામાં ચોથા માળ પર ફેલાઇ ગઇ હતી અને ત્યાર બાદ નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં આવેલી માર્કેટની તમામ દુકાનોને આગે ઝપટમાં લઇ લીધી હતી. આગ 14 માળમાં લાગી ગઈ છે.એક જગ્યાએથી આગ કાબૂમાં આવે ત્યાં ફરી બીજે લાગે છે. પહેલા માળે કાબૂમાં આવેલી આગ ફરી પહેલા માળે લાગી ગઈ હોવાનું સામે આવ્યું છે.એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કામગીરી કરી રહી છે.એલિવેશનનું પતરૂં પડતાં એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો.

સુરતમાં રઘુવીર સિલિયમ માર્કેટમાં લાગેલી આગ મામલે હવે સુરતનું તંત્ર સફાળુ જાગ્યું છે. આગની ઘટના બાદ સુરત કોર્પોરેશન જાણે ઉંઘમાંથી જાગ્યું હોય એમ હવે બિલ્ડીંગને સીલ કરશે. આ ઘટના જોઈને પેલી કહેવત યાદ આવે કે, ઘોડા ભાગ્યા બાદ તબેલાને તાળા મારવા જવું. આગની ઘટના બાદ સુરત કોર્પોરેશન તંત્ર આ માર્કેટને સીલ લગાવવની વાત કરી રહ્યું છે. પરંતુ હાલમાં જે આગ લાગી એમાં કરોડો રૂપિયાનો ધૂમાડો થઈ ગયો છે અને હવે તંત્ર જાગ્યું છે.

એલિવેશન માથે પડતાં ફાયરબ્રિગેડનો જવાન ઈજાગ્રસ્ત

આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવી રહેલા ફાયરબ્રિગેડના જવાન પર એલિવેશનનું પતરૂં માથાના ભાગે પડ્યું હતું. જેથી ઈજાગ્રસ્ત થયેલા ફાયરના જવાનને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ રવાના કરવામાં આવ્યો હતો.

NDRFની ટીમે સજેશન આપ્યા

NDRFની ટીમ ઘટના સ્થળે રાહત કામગીરી અર્થે પહોંચી ગઈ છે. 33 જવાનોની ટીમ હાલ માર્કેટ પરિસરમાં ગોઠવાઈ ગઈ છે. NDRFના જવાને જણાવ્યું હતું કે, અમે ફાયરબ્રિગેડની પાણી મારો કરીને આગ પર કાબૂ મેળવવા માટેના પ્લાનમાં થોડા સજેશન આપ્યાં હતાં. જે ચીફ ફાયર ઓફિસરે સ્વિકારીને તે મુજબ કામ કરવાનું શરૂ કર્યું છે. હાલ આગથી કોઈ અન્ય દુર્ઘટના સર્જાય તો રાહત અને બચાવ માટે ટીમને તૈનાત કરવામાં આવી છે.

ACના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયાં

રાત્રીના સાડા ત્રણ આસપાસના સમયથી લાગેલી આગમાં હવે ACના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થવાનું સામે આવ્યું છે. ACમાં પ્રચંડ પાંચ વિસ્ફોટ આસપાસમાં સંભળાતા આગ બાદ બ્લાસ્ટના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. સાથે જ આગ પર કાબૂ મેળવતા ફાયરના ઓફિસરો પણ સાવધાની દાખવી રહ્યાં છે.

14મો માળ સંપૂર્ણ બળીને ખાક

કલાકોથી લાગેલી આગમાં રઘુવીર માર્કેટનો 14મો માળ સંપૂર્ણ બળીને ખાક થઈ ચક્યો હોવાનું સામે આવી રહ્યું છે. હાલ પણ પહેલા માળથી લઈને અન્ય માળમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

Related posts

૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે…

Charotar Sandesh

દ.ગુજરાતમાં ખેડૂતોના હાલ બેહાલ, વાવાઝોડાના લીઘે ખેતીને ૩૦૦ કરોડનું નુકસાન…

Charotar Sandesh

થર્ટી ફર્સ્ટને લઈને જાહેરનામુ… હોટેલ, ક્લબ કે ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા પર પ્રતિબંધ…

Charotar Sandesh