Charotar Sandesh
ઈન્ડિયા વર્લ્ડ

સૂર્યપ્રકોપ..!! વિશ્વનાં સૌથી ૧૫ ગરમ સ્થળોમાં આઠ ભારતમાં નોંધાયા…

  • રાજસ્થાનના ચુરુમાં દેશનું સૌથી વધુ તાપમાન નોંધાયુ હતુ

ન્યુ દિલ્હી,
જળવાયુ પરિવર્તનનાં કારણે સમગ્ર વિશ્વમાં ગરમી ખતરનાક સ્તરે વધી રહી છે અને તેમાંય ભારતમાં તેની વ્યાપક અસર તઇ રહી છે. ભારતનાં મધ્ય અને ઉત્તરનાં ભાગમાં ગરમીનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલ્લાકમાં વિશ્વમાં જે સૌથી ગરમ ૧૫ સ્થળો નોંધાયા છે તેમાંથી આઠ સ્થળો ભારતનાં છે. જ્યારે બાકીનાં સ્થળો પાકિસ્તાનમાં નોંધાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનનાં ચુરુમાં દેશનું સૌથુ વધુ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, સોમવારે ચુરુમાં ૪૮.૯ ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતુ.
ચુરુમાં હીટવેટનાં એડવાયરી ઇશ્યુ કરવામાં આવી છે અને સ્થાનિક હોસ્પિટલોમાં ઇમરજન્સી વોર્ડ તૈયાર રાખવામાં આવ્યા છે. જેમાં એસી, કુલર અને મેડિસીનની વ્યવસ્થા રાખવામાં આવી છે.
ચુરુમાં તાપમાન એટલું બધુ વધી ગયુ છે કે, રસ્તા પર પાણી રેડવામાં આવી રહ્યું છે. ચુરુ એ થાર રણનું પ્રવેશદ્વાર ગણાય છે. રવિવારે રાજસ્થાનનાં શિકાર જિલ્લામાં એક ખેડૂતનું ગરમીનાં કારણે મોત નિપજ્યું હતું.
તેલગાંણામાં છેલ્લા ત્રણ અઠવાડિયામાં ૧૭થી વધુ લોકોનાં ગરમીનાં કારણે મોત નિપજ્યાં છે. દિલ્હીમાં તાપમાનનો પારો ૪૪.૬ ડિગ્રી નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા પશ્ચિમનાં રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં હીટવેવની આગાહી કરી છે.

Related posts

હવે ભારત પણ અમેરીકા-બ્રાઝીલના પંથે..? એક પખવાડીયુ મહત્વનું…

Charotar Sandesh

રાજસ્થાનમાં કોરોનાની ત્રીજી લહેરની એન્ટ્રી! ૩૪૧ બાળકો પોઝિટિવ…

Charotar Sandesh

UP મુખ્યમંત્રી યોગીના કાર્યક્રમમાં હથિયાર લઈને ઘૂસ્યો શખ્સ : ૪ પોલીસકર્મી સસ્પેન્ડ

Charotar Sandesh