Charotar Sandesh
બોલિવૂડ

સૈફ અમુક વાતે બહુ ભાવ ખાય છે : કરીના કપૂર ખાન

મુંબઈ : કરીના કપૂર ખાન અને સૈફની જોડીને બોલિવૂડની આઇડિયલ જોડી માનવામાં આવે છે. આ એવી જોડી છે જે એકબીજાને હંમેશાં સપોર્ટ કરતી જોવા મળે છે. જોકે, હાલમાં જ કરીનાએ કહ્યું હતું કે સૈફ માટે મને ઘણો જ ગર્વ છે, કેમ કે તેને હંમેશાં હું આગળ વધુ અને મને જે કામ કરવામાં ખુશી મળે તેવું કામ કરતી જોવાની ઇચ્છા હોય છે પણ અમુક બાબતે સૈફ બહુ જ ભાવ ખાય છે.

નોર્મલી બાળક આવે ત્યારે પતિને એવી ફરિયાદ હોય છે કે પત્ની તેને સમય નથી આપતી, બાળકોની પાછળ જ રહે છે, જ્યારે અમારામાં ઊલટું છે. મારે સૈફને કહેવું પડે છે કે તૈમૂર એકલો જ ઘરમાં નથી, હું પણ ઘરમાં છું. સૈફ ગમે ત્યારે તૈમૂર સાથે સમય પસાર કરવા માટે શૂટ કેન્સલ કરી દે છે.

વળી તાજેતરમાં જ કરીનાએ સૈફને તેના ચેટ શોમાં બોલાવ્યો તો કરીનાના કહેવા મુજબ તેણે આવતાં પહેલાં એટલો ભાવ ખાધો હતો, તેણે હજાર સવાલ કર્યા હતા કે હું કેમ આવું? ત્યાં શું વાત કરીશું? તું શું કામ મને બોલાવી રહી છે આવા કેટલાંય સવાલના જવાબ આપીને હું કંટાળી ગઇ હતી. અને અંતે મેં તેને કહી દીધું હતું કે તેં બહુ ભાવ ખાધો હોં!

Related posts

શાહરૂખના ધર્મનો આદર કરું છું, પણ ધર્મપરિવર્તન નહીં કરુંઃ ગૌરી ખાન

Charotar Sandesh

અભિનેતા સલમાન ખાન હોસ્પિટલથી સ્વસ્થ થઈ કહ્યું સાપે ત્રણ વખત ડંખ માર્યો હતો

Charotar Sandesh

અક્ષયે મારા ફોનથી આઇલવ યુનો મેસેજ વિદ્યા બાલનને સેન્ડ કર્યો હતો : રિતેશ દેશમુખ

Charotar Sandesh