Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

સ્વમિંગ-પુલની ફી મા ઘટાડો નહીં થાય તો અમિત શાહની વિરુદ્ધમાં મતદાનની ચીમકી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્નાનાગરોમાં તાજેતરમાં જ રાતોરાત વધારો ફી વધારો ઝીંકાયો હતો. નિયમિત સભ્યોની તેમજ શિખા સભ્યોની ફી બમણી કરી દેવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા દ્વારા આ ફી વધારો ઝીંકાયો છે. જાણકાર સભ્યોની વાર્ષિક જૂની ફી રૂપિયા ૧૮૦૦ હતી. તે વધારીને રૂપિયા ૩૬૦૦ કરાઈ છે. આ જ રીતે વિદ્યાર્થી બહેનો તથા બાળકોની ફી વર્ષે રૂપિયા ૧૨૫૦ હતી. જે વધારીને ૨૫૦૦ કરાઈ છે. જ્યારે ફોર્મની ફી વધારીને રૂપિયા ૧૦૦ કરી દેવામાં આવી છે.
સ્વીમિંગપુલના સભ્યોનું ડુપ્લીકેટ કાર્ડ માટે અગાઉ રૂપિયા પચાસ લેવાતા હતા. તે વધારીને રૂપિયા ૨૦૦ કર્યા છે. આ સંદર્ભમાં વર્ષોથી Âસ્વમિંગ કરવા જતા સભ્યોએ સાથે મળીને આંદોલન ચલાવી રહ્યા છે. તાજેતરમાં જ ફી વધારાના વિરોધમાં ધરણા કર્યા હતા. તેમાં દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આમ છતાં ફી ઘટાડવામાં આવી નથી. આ સંદર્ભમાં અમિત શાહને એક આવેદન પત્ર આપ્યો છે તેમજ Âસ્વમિંગની વધારેલી ફીમાં ઘટાડો કરવા માટેની માગણી કરવામાં આવી છે.

Related posts

કોરોના ઈન્ડિયા : અત્યાર સુધી કુલ 18539 કેસ – 592 મોત થયા : 16 વિદેશી જમાતીઓ સહિત 30ની ધરપકડ…

Charotar Sandesh

India Budget 2022 : સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું, કરો ક્લિક

Charotar Sandesh

એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના મજબૂત થવી જોઈએ : મોદી

Charotar Sandesh