Charotar Sandesh
ગુજરાત ચરોતર દક્ષિણ ગુજરાત

હપ્તાખોરી-ભ્રષ્ટાચાર બંધ થાય તો એક દિવસમાં દારૂબંધી થઈ શકે : અમિત ચાવડા

દારૂના હપ્તા પોલીસથી લઈ રાજ્યના સીએમ સુધી પહોંચે છે : અમિત ચાવડા

સુરત : કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂબંધી અંગે કરેલી ટીપ્પણી બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કહ્યુ હતું કે, હપ્તા ખોરી અને ભ્રષ્ટાચાર બંધ થાય તો ગુજરાતમાં એક દિવસમાં દારૂબંધીનો કડકાઈથી અમલ થઈ શકે છે. આ ઉપરાત ગુજરાતની પેટા ચુંટણીના પરિણામ રાજ્યને નવી દિશા આપવાનું કામ કરશે તેવી વાત ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સુરત ખાતેની પત્રકાર પરિષદમાં કરી હતી.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના આજનાં સુરત ખાતેના કાર્યક્રમની માહિતી આપવા આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ દારૂબંધીનો અમલ કરાવવામાં સદંતર નિષ્ફળ ગઈ છે.
ગુજરાતમાં ઠેરઠેર દારૂ વેચાતો અને પીવાતો હોવાથી યુવા ધન બરબાદ થઈ રહ્યું હોવાની વાત કરી હતી. તેઓએ વધુમાં કહ્યું હતું, ગુજરાતમાં હપ્તાખારી અને ભ્રષ્ટાચાર બંધ થાય તો એક દિવસમાં દારૂબંધીનો કડકાઈથી અમલ થઈ શકે તેમ છે.
ચાવડાએ આક્ષેપ કરતાં કહ્યું હતું, પોલીસથી માંડીને ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય સુધી હપ્તા જતાં હોવાથી દારૂબંધીનો અમલ થતો નથી. મુખ્યમંત્રી ગુજરાતમાં દારૂ નથી મળતો તેવું સાબિત કરે તો તે જાહેર જીવન છોડવા તૈયાર છે. તેમ કહેવા સાથે જો દારૂબંધીનો અમલ મુખ્યમંત્રી કરી શકતા ન હોય તો તેઓએ રાજીનામું આપી દેવું જોઈએ તેમ કહ્યું હતું.

Related posts

પેપર લીક કૌભાંડ : NSUI કાર્યકરોએ રોડજામ કરી સૂત્રોચ્ચાર કરતાં અટકાયત : વિદ્યાર્થીઓમાં રોષ

Charotar Sandesh

આગામી ૨૦મી ફેબ્રુઆરીથી રાજ્યમાં ઠંડી ઘટેશે અને તાપમાનમાં થશે વધારો…

Charotar Sandesh

રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ૧૧૮ સેવાઓ ડિઝીટલ પોર્ટલનાં માધ્યમથી ઓનલાઇન ઉપલબ્ધ કરાઇ…

Charotar Sandesh