Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

હવેથી ઉમરેઠ નગરપાલિકામાં જાવ ત્યારે જન્મ-મરણ નોંધણી ઓફિસમાં જરૂર જજો…

  • શહીદ સુરેશ ભટ્ટને અનોખી શ્રદ્ધાંજલિ…

  • ઉમરેઠના વીર સપૂતને માત્ર 8 ઓગસ્ટજ નહીં દરરોજ યાદ કરાશે…

હવેથી ઉમરેઠ નગરપાલિકામાં જાવ ત્યારે જન્મ-મરણ નોંધણી ઓફિસમાં જરૂર જજો, અહીં લગાવેલ એક વિરલ તસ્વીર ઉમરેઠવાસી તરીકે તમારી છાતી ગજગજ ફુલાવશે,આંખો ઠરશે, દિલમાંથી એક અવાજ વીર શહિદને શ્રદ્ધાંજલિ આપવા નીકળશે,તમારી આંખો એ તસ્વીરને જોઈ કોઈ સપૂતની યાદ દેવડાવશે.

ઉમરેઠ નગરપાલિકાની જન્મ -મારણ નોંધણી કચેરીમાં સ્વ. સુરેશભટ્ટની ખાંભીની એક તસ્વીર લગાવવામાં આવી છે,આમ તો શહીદ સુરેશ ભટ્ટની 8 ઓગસ્ટના રોજ પુણ્યતિથિ હોય છે,તે દિવસે મહાગુજરાતની ચળવળ માટે પોતાનો જીવ બલિદાન કરનાર સપૂતને શહેરના કેટલાક સજ્જનો યાદ કરી શ્રદ્ધાંજલિ આપે છે,તો આજની પેઢીને તો વીર શહીદની ગાથા ખબર પણ નહીં હોય, ત્યારે ઉમરેઠ નગરપાલિકામાં ભાટવાડા [પુસ્તકાલયવાળા ખાંચા] માં જયાં સ્વ.સુરેશ ભટ્ટની ખાંભી ઉભી કરવામાં આવી છે તેની તસ્વીર લગાવી તેઓએ આપણા માટે વહોરેલું બલિદાન અને તેમના બલિદાન ના કારણે ગુજરાતને મળેલ અલગ રાજ્યના દરજ્જાના નાગરિક બન્યા હોવાની યાદ દેવડાવવાનું ઉત્તમ કાર્ય કર્યું છે

મહાગુજરાતની ચળવળમાં ઉમરેઠના ત્રણ પનોતા પુત્રો સ્વ. સુરેશ ભટ્ટ, સ્વ. હરિહર ખંભોળજા તેમજ સ્વ. અશોક ભટ્ટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. જેમાંથી સ્વ. સુરેશ ભટ્ટ મહાગુજરાત ચળવળ દરમ્યાન શહીદ થયા હતાં. જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ન હતી ત્યારે બૃહદ મુંબઈ રાજ્ય અસ્તીત્વમાં હતું, જેમાં થી ગુજરાતને છુટુ કરવા માટે ગુજરાતીઓ દ્વારા જે ચળવળ કરવામાં આવી હતી જેમાં સ્વ.સુરેશભાઈ ભટ્ટએ સક્રીય રીતે ભાગ લીધો હતો અને તેઓ શહીદ થયા હતા.

  • લેખન-નિમેષ પીલુન 

Related posts

આણંદ : શહેરી-ગ્રામિણ ૧૯ સખી મંડળોને નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલના હસ્‍તે ચેક એનાયત કરાયા

Charotar Sandesh

આણંદ : કામચલાઉ સિવિલમાં હડકવાની રસીની અછત થતા દર્દીઓને નડીઆદ સુધી લાંબા થવાની ફરજ પડી…

Charotar Sandesh

પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પંજાબમાં ડંકો વગાડ્યો : 5th ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં વિજેતા

Charotar Sandesh