Charotar Sandesh
ગુજરાત ચરોતર

હવે જીલ્લા અને પ્રદેશ સ્તરે ભાજપમાં ફેરફાર ઉતરાયણ બાદ કરવામાં આવશે…

બોલો… હવે પ્રદેશ ભાજપના સંગઠનની નિમણૂકમાં કમુરતા નડ્યા..!!

આણંદ જિલ્લા ભાજપ પ્રમુખનો પ્રશ્ન પેચિદો બન્યો…

કોંગીના ગઢમાં ગાબડા પાડવા તંત્રના ઉચ્ચ હોદ્દા પર ક્ષત્રિય સમાજના અધિકારીઓને મુકવાના ખેલ રચાતા હોય, તો જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી ક્ષત્રિય નેતા કેમ નહીં..?

ગાંધીનગર : ભાજપનું રાષ્ટ્રીય સ્તરે સંગઠન પર્વ ચાલી રહ્યું છે. જેના ભાગ રૂપે ગુજરાત પ્રદેશ ભાજપમાં ફેરફાર આવવાના છે પરંતુ તેને હવે કમુરતા નડી ગયા છે. ભાજપના અધિકારીક સૂત્રો કહી રહ્યા છે કે હાલ પુરતું કામ રોકાઈ ગયું છે. હવે જીલ્લા અને પ્રદેશ સ્તરના ફેરફાર ઉતરાયણ બાદ કરવામાં આવશે.આમ તો નવેમ્બરમાં જીલ્લા પ્રમુખોની નિમણુક કરી દેવાની હતી પરંતુ રાજ્યની ૬ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ તેના કારણે સંગઠનની કામગીરી થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. જે બાદ વધુ એક વખત કામગીરી હાથ પર લેવામાં આવી હતી. આમ તો તમામ જીલ્લા પ્રમુખોના નામની યાદી તૈયાર થઇ હતી છે. જેની જાહેરાત ડીસેમ્બરમાં કરવાની હતી પરંતુ હવે તે કામગીરી વધુ એક વખત રોકાઈ ગઈ છે.

સૂત્રોના મતે હવે જીલ્લા પ્રમુખોના નામની જાહેરાત ઉતરાયણ બાદ કરવામાં આવશે હાલમાં કમુરતા ચાલી રહ્યા છે. જેથી હવે હમણાં જાહેરાત કરવામાં આવશે નહીં. તમામ જીલ્લાના નામની યાદી તૈયાર કરવામાં આવી છે અને આખરી મહોર માટે હાઈકમાન્ડને મોકલવામાં આવી છે પરંતુ હજી સુધી ત્યાંથી ગ્રીન સિગ્નલ મળ્યું નથી. તો એક વાત એ પણ સામે આવી છે કે જીલ્લા પ્રમુખોની પસંદગીને લઈને પ્રદેશના નેતાઓમાં અમુક જિલ્લાઓને લઈને ખેંચતાણ ચાલી રહી છે.

આમ તો પ્રદેશ નેતાગીરી અનેક વખત જણાવી ચુકી છે કે જીલ્લા પ્રમુખોના નામ માટેની સેન્સની યાદી તૈયાર જ છે બેઠક યોજાશે તો નામ નક્કી કરી દેવામાં આવશે. પરંતુ બેઠક થતી નથી અને નામની જાહેરાત થતી નથી. અધિકારીક સૂત્રો એ પણ કહી રહ્યા છે કે હમણાં બેઠક નહીં યોજાય કારણ કે કમુરતા ચાલી રહ્યા છે તો હવે નામ માટેની જાહેરાત ઉતરાયણ બાદ કમુરતા પુરા થાય પછી કરવામાં આવશે. જીલ્લા પ્રમુખોના નામની જાહેરાત થશે એ બાદ પ્રદેશમાં જે ફેરફાર થવાના છે તે નામની જાહેરાત કરવામાં આવશે. ચર્ચા એ પણ થઇ રહી છે કે આગામી સમયની રાજનીતિ એટલે કે ૨૦૨૨ માં યોજાનારી વિધાનસભાની ચુંટણીને લક્ષમાં રાખી રાજ્યમાં જે ફેરફાર કરવાના હશે તેને ધ્યાને લઈને ફેરબદલ કરવામાં આવશે. જેથી એ વાત પણ સ્વાભાવિક છે કે પ્રદેશના હોદ્દા પર નામની પસંદગી કરવામાં આવશે એ જાતિગત સમીકરણ લક્ષમાં રાખીને કરવામાં આવશે.

Related posts

કૉગ્રેસ ગુજરાતની શાંતિ ડોળવાનું કામ કરી રહ્યું છે : જીતુ વાઘાણી

Charotar Sandesh

બીઆરટીએસ બસની અડફેટે મહિલાનું મોત નીપજ્યું

Charotar Sandesh

આણંદ : કોરોના વેક્સિન આપવા માટે ડેટાબેઝ પ્લાન તૈયાર કરવા જિલ્‍લા વહીવટીતંત્રનું આયોજન…

Charotar Sandesh