Charotar Sandesh
ઈન્ડિયા

હવે GST વધારાનો મોટો ડોઝ આપવાની તૈયારીમાં : દૂધ, ફ્રુટ, ડ્રાયફ્રુટ, શાકભાજી પર આવશે GST…

રાજયોને જીએસટી વળતરના ચૂકવવાના થતા નાણામાં કેન્દ્ર ‘નાદાર’ જેવી સ્થિતિમાં : ખાદ્ય ચીજોથી લઈને લકઝરી આઈટમ તમામ મોંઘુ થશે : કેન્દ્ર પાસે અનેક વિકલ્પ મુકાયા : હાલની 5%ની આઈટમ 12% અને 12%થી 18%માં લઈ જવા ભલામણ…

નવી દિલ્હી : જીએસટી કાઉન્સીલની આખરી બેઠકમાં અનેક આઈટમ પર દરો વધારવા મુદે સહમતી સધાઈ નથી પણ જે રીતે જીએસટીનું કલેકશન ઘટયું છે અને રાજયોને જીએસટીના વળતર પેટે રૂા.73000 કરોડથી વધુની રકમ ચૂકવવામાં કેન્દ્ર સરકાર મુશ્કેલી અનુભવી રહી છે. તે જોતા જીએસટીમાં વધારો લાંબો સમય ટાળી શકાશે નહી અને નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ એક નોંધ તૈયાર કરી છે. જેમાં રાજયોને જીએસટી દરો વધારવા માટે સંમત ન થાય તો સેસમાં વધારો કરીને આવક વધારવાના વિકાસની પણ ચકાસણી થશે. કેન્દ્ર અને રાજયોના અધિકારીઓની સંયુક્ત કમીટીએ એક તરફ જીએસટી દરો વધારવાની તરફેણ કરી છે તો હાલ અનેક ખાદ્ય સહિતના ઉત્પાદનો પર જીએસટી વસુલાતો નથી તે યાદી રદ કરવા અથવા નાની કરીને શિક્ષણ, આરોગ્ય, દૂધના ઉત્પાદનો, ફળો અને ડ્રાયફ્રુટ પર જીએસટી વસુલવા માટે ભલામણ કરી છે.

આ કમીટીએ જણાવ્યું છે કે જીએસટીમાં ચાલુ વર્ષે જ જીએસટીમાં રાજયોને જે વળતર ચૂકવવાનું છે તેમાં રૂા.63000 કરોડની ઘટ છે. આ ઉપરાંત કમીટીએ હાલ જે આઈટમ 5% હેઠળ છે તેને 12%માં અને જે 12%માં છે તેને 18% માં ફેરવવાની પણ ભલામણ કરી છે. જેના કારણે મોબાઈલ ફોન- પગરખા મેડીકલ સાધનોને ટ્રેકટર ટેક્ષટાઈલ આ તમામ વાંધા થશે. આ તમામ આઈટમોમાં ઈનપુટ ટેક્ષ ક્રેડીટના કારણે સરકારને કુલ રૂા.20000 કરરોડ જેટલો ઓછો વેરો મળે છે.

આ કમીટીએ એલઈડી લાઈટ, જનરેટર, ઈનર્વટર, પગરખાની કૃષિ મશીનરી, સાયકલ, વાસણો, પાણીના પંપ ને પણ જીએસટીના ઉંચા દરમાં લાવવા ભલામણ કરી છે. જીએસટી કાઉન્સીલ સમક્ષ વેરાનનું એક સ્પષ્ટ ચીત્ર રજુ કરીને તેઓને જીએસટી વધારવા માટે સમજાવવા પ્રયાસ કરાશે. જો તે સ્થિતિ સ્વીકારવામાં ન આવે તો રાજયોને જીએસટીનું વળતર આપવામાં કેન્દ્ર ‘નાદારી’ જેવી સ્થિતિમાં હશે તેવી ચેતવણી અપાઈ છે.

Related posts

લોન મોરેટોરિયમ ગાળામાં બેન્કો ગ્રાહકો પાસેથી ચક્રવૃદ્ધિ વ્યાજ, પેનલ્ટી ન વસૂલે : સુપ્રીમ કોર્ટ

Charotar Sandesh

‘દિલ્હી દંગલ’ : આજે વિધાનસભાની ૭૦ બેઠકો માટે મતદાન…

Charotar Sandesh

ફ્રાંસથી ૫ રાફેલ વિમાન ભારત આવવા રવાના : બુધવારે અંબાલા પહોંચશે…

Charotar Sandesh