Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

હાડ થિજાવતી ઠંડીમાં ૧૪૮૮ સ્પર્ધકો ગિરનારને આંબશે…

ગીર : આજે ૩૫મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. કાતિલ ઠંડી વચ્ચે ગિરનારને આંબવા ૧૪૮૮ સ્પર્ધકો દોટ મુકશે. ગરવા ગિરનારને આંબવા માટે આજે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા આયોજિત ૩૫મી રાયકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ૨૨ જિલ્લામાંથી નોંધાયેલા ૧૪૮૮ સ્પર્ધકો કડકડતી ઠંડીમાં ગિરનાર આંબવા દોટ મુકશે.

આજે યોજાનારી ગિરનાર આરોહણ અવરોહણની ૨ ચરણમાં યોજાનારી સ્પર્ધામાં પ્રથમ ચરણમાં ભાઈઓ તથા બીજા ચરણમાં બહેનો દોટ મુકશે. સ્પર્ધાનો શુભારભં મેયર ગોહેલના હસ્તે લેગ ઓફ આપી કરાશે. આ ઉપરાંત ઉપસ્થિત અન્ય મહાનુભાવો દ્રારા પણ લેગ ઓફ આપી સ્પર્ધાને પ્રસ્થાન કરાવશે. ભાઈઓ માટે પાંચ હજાર પગથિયા અંબાજી મંદિર તો બહેનો માટે માળીપરબ સુધી યોજાનારી સ્પર્ધામા વિજેતા સ્પર્ધકોને સ્પર્ધા પૂર્ણ થયા બાદ તળેટી ખાતે આવેલ મંગલ નાથજી આશ્રમ ખાતે ઇનામ વિતરણ કરવામાં આવશે જેમાં અલગ-અલગ ચાર કેટેગરીમાં પાંચ હજારથી લઈ અઢીસો પિયા સુધીની રોકડ રકમ આપી તેમજ શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પુરસ્કૃત કરવામાં આવશે. તો આ ઉપરાંત મહાનગરપાલિકા દ્રારા પણ આપવામાં આવતી એક લાખની રકમને ચાર કેટેગરીમાં વિભાજિત કરી વિજેતાઓને આપવામાં આવશે.

Related posts

અમૃતસર-જામનગર ઇકોનોમીક કોરીડોરના સાંચોર-સાંતલપૂરના ૬ લેન નિર્માણ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરતા CM ભૂપેન્દ્ર પટેલ

Charotar Sandesh

વડાપ્રધાન મોદી આવતીકાલે ગુજરાતમાં : વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે…

Charotar Sandesh

મુખ્યમંત્રી કેજરીવાલ ૬ જૂને ગુજરાતની મુલાકાતે : અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં રેલી યોજશે

Charotar Sandesh