Charotar Sandesh
સ્પોર્ટ્સ

હાર્દિક પંડ્યા વગર ડ્રેસિંગ રૂમ ખાલી લાગે છે : લોકેશ રાહુલ

મુંબઇ : વેસ્ટ ઈંડિઝ સામે ત્રીજી ટી-૨૦ મેચમાં ૯૧ રનની પારી રમનાર ભારતીય સલામી બેટ્‌સમેન લોકેશ રાહુલે કહ્યું કે ટીમ હાર્દિક પંડ્યા પાછો ફરે તેની રાહ જોઈ રહી છે. ભારતે બુધવારે વેસ્ટ ઈંડિઝને ૬૭ રનથી હરાવીને ત્રીજી મેચની ટી-૨૦ સીરિઝ ૨-૧થી જીતી લીધું છે. મેચ પછી રાહુલ અને હાર્દિક એકબીજા સાથે મેદાનમાં વાતચીત કરી રહ્યા છે.
રાહુલ હરફનમૌલા ખેલાડી હાર્દિકના સવાલોનો જવાબ આપી રહ્યો છે. બીસીસીઆઈએ ટિ્‌વટર પર બંનેની વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો પોસ્ટ કર્યો છે. રાહુલે કહ્યું, તમે જલદી પાછા ફરો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. તમારા વગર ડ્રેસિંગ રૂમ પણ ખાલી છે.

ખાસ કરીને મારા માટે. તમે અને જસપ્રીત બુમરાહ બંને ટીમ માટે મહત્ત્વના છો. આશા છે કે તમે બંને સાજા થઈને જલદી પાછા ફરશો. રાહુલે કહ્યું, તે(અન્ય ટીમ મિત્રો)પણ એવું જ અનુભવે છે અને તેણે મને ઓફ કેમેરા આ વાત જણાવી હતી. હાર્દિક તેની સફળ થયેલી સર્જરી પછી રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે.
તેણે મંગળવારે કહ્યું, કે એક વિશેષ મુલાકાતમાં ન્યુઝિલેન્ડ સામેની સીરીઝમાં વચ્ચે તે ભારતીય ટીમ સાથે કાર્યક્રમમાં જોડાય તેવી ઈચ્છા છે. હાર્દિકે ભારત માટે તેની છેલ્લી મેચ સપ્ટેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે ટી-૨૦ સીરીજમાં રમ્યો હતો.

Related posts

ક્રિકેટની દુનિયાના સૌથી અમીર ટોપ-૧૦ ક્રિકેટર્સમાં પહેલા ત્રણ ભારતીય…

Charotar Sandesh

ભારતના યુવાઓની સામે ઓસ્ટ્રેલિયાના યંગસ્ટર હજુ પ્રાઇમરી સ્કૂલમાં છે : ચેપલ

Charotar Sandesh

આઇપીએલ-૨૦૨૧થી આગામી ટી-૨૦ વિશ્વકપ માટે મદદ મળશે : જોની બેયરસ્ટો

Charotar Sandesh