Charotar Sandesh
બોલિવૂડ

હા હું સિંગલ જ છું : જ્હાન્વી કપૂરની સ્પષ્ટતા

મુંબઇ : જ્હાનવી કપૂરનું નામ વારંવાર ફિલ્મ ‘ધડક’માં તેના કો સ્ટાર રહેલા એક્ટર ઈશાન ખટ્ટર સાથે વારંવાર જોડવામાં આવે છે. જોકે, આ બન્ને એવું સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેમના વચ્ચે માત્ર સારી દોસ્તી છે. જ્હાનવીનું હાલ રિલેશનશીપ સ્ટેટસ શું છે તે વિશે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં સવાલ કર્યો હતો.
ઈન્ટરવ્યૂ દરમિયાન જ્હાનવીને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે, શું તે સિંગલ છે? જેના પર એક્ટ્રેસે કોઈ જ ખચકાટ વગર જવાબ આપ્યો હતો કે, ‘હા, હું સિંગલ છું’.
અન્ય એક લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં જ્હાનવીએ કહ્યું કે તે અને ઈશાન દોસ્ત તરીકે જ ઉત્તમ છે. કારણકે આ બન્ને વચ્ચે લડાઈઓ વધારે થતી હોય છે. નોંધનીય છે કે જ્હાનવી અને ઈશાન અવારનવાર સાથે જોવા મળે છે. ક્યારેક એરપોર્ટ પર તો ક્યારેક ડિનર પર પણ તેઓ સાથે જોવા મળે છે. જેથી બી ટાઉનમાં અને ફેન્સ વચ્ચે એવી અટકળો પણ વહેતી થઈ હતી કે આ બન્ને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે.
જ્હાનવીએ ઈશાનના વખાણ કરતા કહ્યું કે તેમના ઈરાદા અને દિલ સ્પષ્ટ છે. તેમની આંખો ખરેખર મનમોહક છે. જ્હાનવીએ આગળ એક્ટર વિશે લગાવ વિશે વાત કરતા કહ્યું કે તે ટોપી વિશે ખૂબ જ ક્રેઝી છે. જ્હાનવીએ એ પણ જણાવ્યું કે તેની પાસે એક ભૂખરી ટોપી છે. જે તેણે ચોરીને પોતાના ઘરમાં રાખી છે.

Related posts

કોરોના સામેની જંગમાં ઋચા ચઢ્ઢાએ દાન કર્યુ ૬૦૦ કિલો રેશન…

Charotar Sandesh

તાજેતરમાં ન્યૂયોર્કમાં થયેલ મેટ ગાલા ૨૦૧૯ ઈવેન્ટમાં પોતાના બાર્બી લુકના કારણે ચર્ચામાં રહેલી બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટવ રહે છે.

Charotar Sandesh

ફિલ્મ ’બાઝીગર’ હિટ સોન્ગ ’યે કાલી કાલી આંખે’માં ડાન્સ કરવો હતો તક ના મળી : શિલ્પા શેટ્ટી

Charotar Sandesh