Charotar Sandesh
ઈન્ડિયા બોલિવૂડ

હૃતિક રોશન ‘બેંગબેંગની સિકવલમાં કામ કરશે

હૃતિક રોશનની ‘સુપર ૩૦’ જલદી જ રિલીઝ થવાની છે. ત્યારે તેણે આગામી ફિલ્મ અંગે પણ નિર્ણય લઇ લીધો છે. તે ફરી એકશન ફિલ્મમાં કામ કરવાનો છે. તેની રિલીઝ થયેલી ફિલ્મ બેંગબેંગ’ની સિકવલની વાત ચાલી રહી છે, જે માટે અભિનેતાએ પોતાની સંમતી આપી છે.
મીડિયા રિપોર્ટસની વાત સાચી માનીએ તો હૃતિકે પોતાની ફિલ્મ ‘બેંગબેંગ’ સિકવલ માટે હામીભણી છે. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર યશરાજ બેનર તળે બનેલી ફિલ્મના સિકવલ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ માટે હૃતિક તરફથી હા આવી ગઇ છે. જ્યારે અભિનેત્રી તરીકે ફિલ્મ મેકર્સ ફરી કેટરિના કૈફના નામ પર વિચાર કરી રહયા છે.
આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડાયરેકટ કરી હતી હવે આ ફિલ્મની સિક્વલના દિગ્દર્શનની જવાબદારી પણ સિદ્ધાર્થ આનંદને જ આપવામાં આવશે.
૨૦૧૪માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રૂપિયા ૩૪૦ કરોડનો વ્યવસાય કર્યો હતો. આ ફિલ્મ હોલીવૂડની ફિલ્મ ‘નાઇટ એન્ડ ડે’ની હિંદી રિમેક હતી.

Related posts

જમ્મૂ કાશ્મીરમાં અથડામણ : હિઝબુલના બે આતંકી ઠાર, એક જવાન શહિદ…

Charotar Sandesh

‘સૂર્યવંશી’માં નવા વિલન તરીકે અભિમન્યુ સિંહ, અજયનો કેમિયો હશે

Charotar Sandesh

લોકડાઉનમાં રમઝાનમાં સોનૂ સૂદ વધુ ૨૫,૦૦૦ પ્રવાસી શ્રમિકોને ભોજન પૂરું પાડશે…

Charotar Sandesh