Charotar Sandesh
ઈન્ડિયા

ૈંદ્ગઠ મીડિયા કેસઃ સુપ્રિમે કાર્તિ ચિદમ્બરને વિદેશ જવાની મંજૂરી આપી

આઈએનએક્સ મીડિયા મામલે પૂર્વ કેન્દ્રીય નાણા પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી. મંગળવારે કોર્ટે કાર્તિને શરત સાથે વિદેશ જવાની મંજૂરી આપી. આ ઉપરાંત સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બનેલી ખંડપીઠે કાર્તિ ચિંદમ્બરને ૧૦ કરોડ રૂપિયા જમા કરાવવાના આદેશ પણ આપ્યા.
મહત્વપૂર્ણ છે કે, છેલ્લા ઘણા સમયથી કાર્તિ વિદેશ પ્રવાસ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી રહ્યા હતા. જાકે, સુપ્રીમે અનેક અરજી બાદ મંગળવારે વિદેશ જવાની શરતી મંજૂરી આપી. મહત્વપૂર્ણ છે કે, ૨૦૦૬માં એરસેલ મામલે કાર્તિ ચિદમ્બરમે પોતાના પિતાના પદનો લાભ લઈને એરસેલ મેક્સસને કેટલાક પ્રોજેક્ટમાં મંજૂરી અપાવી હતી. આ કરવા કાર્તિને કંપનીએ નાણાની ચુકવણી પણ કરી હતી. જે બાદ આ મામલે ઈડીએ ચાર્જશીટ પણ દાખલ કરી છે. ચાર્જશીટમાં પી. ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બર સહિત ૧૮ અન્ય આરોપીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે.

Related posts

દેશમાં જે કાંઇ સ્થિતિ સર્જાય તે માટે આપણે જવાબદાર : ભાગવત

Charotar Sandesh

ફિલ્મી સ્ટાઈલથી બોટ મારફતે ડોમિનિકા પહોંચેલા મેહુલ ચોકસીને દબોચી લેવાયો : ભારતને સોંપાશે…

Charotar Sandesh

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૪,૩૭૨ કેસ, હજારથી વધુના મોત…

Charotar Sandesh