Charotar Sandesh
ગુજરાત

૧૦૮ એમ્બ્યુલન્સે ૧ કરોડની જિંદગી બચાવી, ૩૫ લાખ મહિલાઓની પ્રસુતિ કરાવી…

ગઈ કાલે ૧૦૮ એમ્બ્યુલન્સ ઈમરજન્સી સર્વિસને ૧૨ વર્ષ પૂર્ણ થયા…

અમદાવાદ,
ગુજરાતમાં અકસ્માત અને ઈમરજન્સી વખતે ઈજાગ્રસ્ત અને બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી ૧૦૮ને ગુરુવારે ૧૨ વર્ષ પૂર્ણ થયા છે. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ૧૨ વર્ષમાં ૩૫ લાખથી વધુ પ્રસુતિ કરવામાં આવી છે. જ્યારે ૧૩ લાખ માર્ગ અકસ્માત સંબંધિત સેવાઓ પુરી પાડે છે. ઉપરાંત ૧ કરોડ મેડિકલ ઈમરજન્સી સેવાઓને પ્રતિસાદ આપ્યો છે. ૫૩ જેટલી એમ્બયુલન્સ સેવાથી શરૂ કરવામાં આવેલી ૧૦૮ ઈમરજન્સી સુવિધાનું ૨૯ ઓગસ્ટ ૨૦૦૭થી શુભારંભ કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત દેશમાં આવી સેવા શરૂ કરનાર બીજુ રાજ્ય હતું. માત્ર ૫૩ એમ્બ્યુલન્સ સાથે ૧૦૮ શરૂ કરવામાં આવી હતી. જે આજે ૫૮૯ એમ્બ્યુલન્સ (બે બોટ એમ્બ્યુલન્સ) સાથે કાર્યરત છે. જૂની એમ્બ્યુલન્સને બદલી સંખ્યા ૬૫૦ કરવામાં આવશે.
ગુજરાતમાં ૧૦૮ દ્વારા દરરોજ ૩૩૦૦ જેટલા દર્દીઓને અકસ્માત અને બીમારીની તાત્કાલિક હોસ્પિટલ સુધી ખસેડવામાં આવે છે. ૧૦૮ પર આવેલા ૯૫ ટકા જેટલા ફોન કોલને પ્રથમ બે રિંગમાં પ્રતિસાદ કરવામાં આવે છે. દર ૨૫ સેકન્ડે એક ૧૦૮ એમ્બ્યુલન્સ ઈમરજન્સી કેસને પ્રતિસાદ આપવા રવાના થાય છે. ૧૧ વર્ષ અને ૧૧ મહિનામાં ૧ કરોડ કરતા વધુ ઈમરજન્સી સેવાઓ આપી છે. તેમજ ૧.૪ લાખથી વધુ પોલીસ અને ૫.૪ હજારથી વધુ ફાયર માટે સેવાઓ આપી છે.
ગુજરાતમાં કુલ ૧ કરોડ કરતા વધુ ઈમરજન્સી સેવાઓમાં ૧૦૮ દ્વારા પ્રતિસાદ આપવામાં આવ્યો છે. ૩૫.૬૦ લાખ પ્રસુતિ કેસ, ૧૩.૪૧ લાખ અકસ્માત કેસ, હૃદયરોગના ૪.૮૬ લાખ કેસ, શ્વાસના ૫ લાખ કેસમાં તાત્કાલિક સારવાર પુરી પાડવામાં આવી છે. રોજના સરેરાશ ૯૭૦૦ કરતા વધુ કોલને અટેન્ડ કરે છે. ૧૦૮ એમ્બ્યુલન્સમાં ટેક્નોલોજીના ૫ મોડ્યુલ કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં એપ્લિકેશન સિટીઝન મોડ્યુલ, ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર મોડ્યુલ, પાયલોટ (ડ્રાઈવર)મોડ્યુલ, ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન મોડ્યુલ અને હોસ્પિટલ મોડ્યુલનો સમાવેશ થાય છે. ૧૦૮ મોબાઈલ એપ્લિકેશનના સિટિઝન મોડ્યુલને અત્યાર સુધી ૧.૪ લાખ કરતા વધ લોકોએ ડાઉનલોડ કરી છે.

Related posts

“ગો…કોરોના..ગો… ‘જનતા કરફ્યુ’ ગુજરાત સજ્જડ બંધ…

Charotar Sandesh

શનિવારે વડાપ્રધાન મોદી આવશે ગુજરાત, કોરોના રસી અંગે કરી શકે છે મોટી જાહેરાત…

Charotar Sandesh

અમૂલની ચાલાકી… ભાવ ન વધાર્યો પણ પાઉચની છાશમાં ઘટાડો કર્યો

Charotar Sandesh