Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

૧૨ ટન જ્વલનશીલ પદાર્થને કારણે રોડ પર ભડભડ સળગી ટ્રક…

ખેડા : કણજરી ચોકડી પાસે મોડી રાત્રે એક ટ્રક પસાર થઈ રહી હતી. આ ટ્રક અમદાવાદથી ભરૂચના દહેજ બંદર તરફ જઈ રહી હતી. ટ્રકમાં પ્રોક્સી નામનો જ્વલનશીલ પદાર્થનો ૧૨ ટનનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. પરંતુ ટ્રક ચોકડી પાસે ત્યારે અચાનક તે ભડભડ સળગી ઉઠી હતી. ચાલુ ટ્રકમાં આગ લાગતા ડ્રાઈવર સહિત સ્થાનિકો પણ ડઘાઈ ગયા હતા. આ આગને પગલે નડિયાદની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. એક કલાકની જહેમત બાદ ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી હતી.
ટ્રકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. તેમજ ટ્રકમાં જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ ફેલાઈ ગઈ હતી. ટ્રકમાં આગ લાગતા જ ખેડા પોલીસની ટીમે બ્રિજ પરના તમામ વાહન વ્યવહારને અન્ય રુટ પર ડાયવર્ટ કર્યો હતો, જેથી ટ્રાફિક જામ ન થાય. આ ઘટનાને પગલે નેશનલ હાઇવે નંબર ૮ પર આવેલ કણજરી બ્રિજ રાત્રે ૨ કલાક સુધી બંધ રખાયો હતો. જેને કારણે અન્ય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Related posts

આણંદના નવીનીકરણ કરાયેલ જુના બસ મથકનું આવતીકાલે ૨૨ જૂને મુખ્યમંત્રી દ્વારા ઈ-લોકાર્પણ

Charotar Sandesh

આણંદ : બોરીઆવી ગામેથી ગૌવંશ માંસ સાથે સાત શખ્સોની ધરપકડ કરતી રૂરલ પોલીસ…

Charotar Sandesh

ખંભાત ખાતે વિશ્વ દિવ્‍યાંગ દિનની કરવામાં આવેલ ઉજવણી…

Charotar Sandesh