Charotar Sandesh
ઈન્ડિયા

૧૮ ઓક્ટોબર સુધી અયોધ્યા મામલે સુનાવણી પુરી કરવા CJIનો આદેશ…

૧૮મી ઑક્ટોબર બાદ પક્ષ રજૂ કરવા એક પણ દિવસ વધારાનો સમય મળશે નહિ ” સુપ્રિમ

દલીલો પૂર્ણ થયા બાદ ચાર સપ્તાહમાં નિર્ણય આપવો કોઇ કરિશ્માથી કમ હશે નહિ, સુનાવણી પૂરી નહિ થાય તો ચુકાદો આવવાની શક્યતા નહિવત્‌…

ન્યુ દિલ્હી : અયોધ્યા કેસની સુનવણી કરી રહેલા સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટતા કરી દીધી છે કે આ કેસ ૧૮મી ઑક્ટોબર બાદ પક્ષકારોને પક્ષ રજૂ કરવા માટે એક પણ દિવસ વધારાનો સમય મળશે નહીં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે સુનવણી પૂરી કરવાની ડેડલાઇન વધારાશે નહીં. આપને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં ૩૨ દિવસની સુનવણી સુપ્રીમ કોર્ટમાં થઇ ચૂકી છે. હિન્દુ પક્ષકારોએ પોતાની દલીલો મૂકી દીધી છે અને મુસ્લિમ પક્ષકારોની દલીલો ચાલુ છે.
લંચ બ્રેક બાદ નિર્વાણી અખાડાએ દખલગીરી કરી ત્યારે ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ ભડકી ઉઠ્યા હતાં. તેમજ પુછ્યું હતું કે શું હું કાર્યકાળનાં છેલ્લા દિવસ સુધી સુનાવણી કરૂ?
ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વવાળી પાંચ જજોની સંવિધાન બેન્ચે કહ્યું કે જો ૧૮મી ઑક્ટોબર સુધીમાં દલીલો પૂરી થઇ જાય છે તો ચાર સપ્તાહમાં નિર્ણય આપવો કોઇ કરિશ્માથી કમ હશે નહીં. આપને જણાવી દઇએ કે ચીફ જસ્ટિસ ૧૭મી નવેમ્બરના રોજ રિટાયર થઇ રહ્યા છે.
ચીફ જસ્ટિસે સુનવણી દરમ્યાન બંને પક્ષોને કહ્યું કે આજનો દિવસ મળીને ૧૮મી ઑક્ટોબર સુધી અમારી પાસે સાડા દિવસ છે. સુપ્રીમ કોર્ટે યાદ અપાવતા કહ્યું કે જો ૧૮મી ઑક્ટોબર સુધીમાં સુનવણી પૂરી નહીં થાય તો ચુકાદો આવવાની શકયતા ઘટી જશે.
સંવિધાન બેન્ચે મુસ્લિમ પક્ષકાર અને હિન્દુ પક્ષકારોની ચર્ચા માટે સમયમર્યાદા નક્કી કરી દીધી છે. કોર્ટના મતે મોટાભાગની દલીલો ૪ ઑક્ટોબર સુધીમાં પૂરી થઇ જશે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં દશેરાની રજાઓ શરૂ થઇ જશે. કોર્ટ ૧૪મી ઑક્ટોબરના રોજ ફરી ખુલશે. એવામાં કોર્ટની પાસે સુનવણી માટે ૧૮મી ઑક્ટોબર સુધી બીજા ૫ દિવસ બચશે.
આપને જણાવી દઇએ કે ઇલ્હાબાદ હાઇકોર્ટના ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના નિર્ણયની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં ૧૪ અપીલો દાખલ કરાઇ છે. હાઇકોર્ટે વિવાદાસ્પદ ૨.૭૭ એકર જમીનને સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા, અને રામ લલા વિરાજમાનની વચ્ચે સમાન રીતે વહેંચવાનો આદેશ આપ્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે મે ૨૦૧૧મા હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકતાની સાથે જ અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળ પર યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપ્યો હતો.

Related posts

કોવિશીલ્ડ લીધા બાદ એન્ટીબોડી ન બનતા અદાર પૂનાવાલા સહિત ૭ લોકો વિરૂદ્ધ કોર્ટમાં અરજી…

Charotar Sandesh

દેશમાં જાન્યુઆરીમાં વેક્સિનેશન શરૂ થાય એવી શક્યતા : ડો.હર્ષવર્ધન

Charotar Sandesh

‘કબીર સિંઘ’ મેં કિતને કીસીંગ સીન હૈ, કિયારાજી..?!!

Charotar Sandesh