Charotar Sandesh
ચરોતર

૧૮ દિવસથી ગુમ થયેલા બાળકનું આણંદ રેલ્વે ચાઇલ્ડલાઇન ૧૦૯૮ દ્વારા ૨ દિવસમાં પુનઃવસન કરાવડાયુ…

આણંદ,
આણંદ રેલ્વે સ્ટેશન ઉપર લોકોની મદદ માટે રેલ્વે હેલ્પ ડેસ્ક કાર્યરત છે. જે લોકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ઉપયોગી થતુ હોય છે. તાજેતરમાં આવો જ એક કિસ્સો જોવા મળ્યો હતો. રેલ્વે હેલ્પ ડેસ્કના જનજાગૃતિ અભિયાન દરમ્યાન પ્લેટફોર્મ નં. ૪ ઉપરથી એક એકલો અટુલો બાળક મળી આવ્યો હતો. જે બાળક સાથે પરામર્શ કરતા બાળક ઉત્તરપ્રદેશનું જાણવા મળ્યુ હતુ. આથી રેલ્વેહેલ્પ ડેસ્કના કો-ઓર્ડીનેટર અંકિતા રોન્ઝા અને તેમની ટીમના સતત પ્રયાસથી ઉત્તરપ્રદેશના અનેક પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવામાં આવ્યા.અંતે જલાલપુર પોલીસના પ્રયાસ અને સાથ સહકાર દ્વારા બાળકને તેના કુટુંબથી મળાવવામાં સફળતા મળી.

બાળકના માતા-પિતાને ઉત્તરપ્રદેશથી આવતા ૨ દિવસ થતા બાળકને વિધાનગર ખાતે આવેલા ચિલ્ડ્રન હોમમાં અસ્થાયી આશ્રય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કર્યા બાદ બાળકના ઘરેથી ગુમ થયાના ૧૮ દિવસના અંતે તેના માતા-પિતાને સોપીંને બાળકનું પુનઃવસન કરાવવામાં આવ્યુ હતુ તેવું રેલ્વે ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક આણંક ના સેન્ટર કો-ઓર્ડીનેટરે એક યાદી દ્વારા જણાવ્યુ છે.

Related posts

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે ગુરૂવારે આણંદ જિલ્લાની મુલાકાતે આવશે : જાણો વિગત

Charotar Sandesh

ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કુલ આણંદમાં “જન્માષ્ટમી પર્વ” ની ઉજવણી

Charotar Sandesh

કાલસર લવ જેહાદ કેસ : સગીરાની હત્યા કરનાર મુસ્લિમ યુવકને આજીવન કેદની સજા

Charotar Sandesh