Charotar Sandesh
ક્રાઈમ ગુજરાત

‘૧ લાખ રોકીને મહિને ૩૦થી ૪૦ હજારની કમાણી’… સ્કીમ સમજાવી કરી છેતરપિંડી…

કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડમાં રહેતા મનીષભાઇ શાહ ખાનગી કંપનીમાં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. ફેબ્રુઆરી માસમાં ફોરેક્સ ઓટો ટ્રેડીંગના નામે પૂજા નામની મહિલાના નામથી મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં હતું કે, ’નો એડવાન્સ, વન ટાઇમ ડિપોઝિટ ફર્સ્ટ અર્ન ડેઇલી રૂ ૩૦,૦૦૦ ટુ ૪૫,૦૦૦ વિથ ધ હેલ્પ ઓફ ફોરેક્સ ઓટો ટ્રેડીંગ સોફ્ટવેર, કોલ મી ફોર લાઇવ ડેમો.’
ત્યારબાદ આ મહિલાનો મનીષભાઇ પર ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે તે ફોરેક્સ ઓટો ટ્રેડીંગમાં સોફ્ટવેરથી ટ્રેડીંગ કરાવે છે. જો ઇચ્છતા હોવ તો ખાતુ ખોલાવવાનું રહેશે. મહેશભાઇએ દસ દિવસનો સમય માંગ્યા બાદ રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. બાદમાં સામે ઠગ ટોળકીએ એકાઉન્ટ ખોલવાના નામે ડોક્યુમેન્ટ્‌સ આપી દીધા હતા. જે પછી ડિપોઝિટના નામે એક લાખ માંગતા મહેશભાઇએ એક લાખ બે ટુકડે સુરતની બ્રાન્ચમાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં એકાઉન્ટ નંબર અને પાસવર્ડ પણ આવી ગયા.
રોકાણની કિંમતો અને પ્રોફિટ લોસના આંકડા પણ આ એપ્લીકેશનમાં બતાવવા લાગ્યા. માર્ચ મહિનામાં કોઇ અપડેટ ન આવતા ગૌતમ શાહ નામના વ્યક્તિએ સર્વર ડાઉન હોવાનું જણાવી છેતરપિંડી આચરી હતી. મહેશભાઇએ આ બાદ સાયબર ક્રાઇમમાં અરજી કરતા સાયબર ક્રાઇમે અરજી પર તપાસ કર્યા બાદ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related posts

રાજ્યમાં દારૂબંધીનાં લીરેલીરાં ઉડ્યા..!! બે વર્ષમાં ૯૦૮૪ ફરિયાદ નોંધાઈ…

Charotar Sandesh

કોંગ્રેસનો દાવો : દેશમાં દર ચોથા વ્યક્તિએ એક વ્યક્તિ ગુમાવી રહ્યો છે રોજગાર

Charotar Sandesh

યુપી થી સુરત જતી ખાનગી બસ ગોધરા પાસે પલ્ટી, ૪૨ ઇજાગ્રસ્ત, ૭ની હાલત ગંભીર…

Charotar Sandesh