Charotar Sandesh
ઈન્ડિયા

૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ચૂંટણી પ્રચાર માટે ૮૨૦ કરોડનો ધૂમાડો કર્યો…

૨૦૧૪માં કોંગ્રેસને ચૂંટણી પ્રચાર પાછળ ૫૧૬ કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો. જેની સરખામણીએ આ વર્ષે કોંગ્રેસે ચૂંટણી પ્રચાર પાછળ ૮૨૦ કરોડ રૂપિયાનો ધૂમાડો કરી દીધો…

ન્યુ દિલ્હી : ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ દેશમાં નોટબંધી જાહેર કર્યા બાદથી પ્રમુખ વિપક્ષ કોંગ્રેસ સતત કેન્દ્ર અને નરેન્દ્ર મોદી સરકાર પર હુમલો કરતું આવ્યું છે. ૨૦૧૪માં કોંગ્રેસને ચૂંટણી પ્રચાર પાછળ ૫૧૬ કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો. જેની સરખામણીએ આ વર્ષે કોંગ્રેસે ચૂંટણી પ્રચાર પાછળ ૮૨૦ કરોડ રૂપિયાનો ધૂમાડો કરી દીધો છે.
લોકસભા ચૂંટણી સાથે આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, તેલંગાણા, ઓડિશા અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. કોંગ્રેસ તરફથી જાહેર કરાયેલા ખર્ચામાં આ ચૂંટણીમાં વાપરવામાં આવેલા નાણાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. ૨૦૧૪માં ભાજપે કોંગ્રેસ કરતા વધારે ૭૧૪ કરોડ રૂપિયાનો ધૂમાડો કર્યો હતો. જ્યારે આ વર્ષે ચૂંટણી પ્રચાર પાછળ ભાજપે કેટલો ખર્ચો કર્યો તે અંગેનો એહવાલ આપવાનો હજી બાકી છે.
ચૂંટણી દરમિયાન ખર્ચ કરાયેલા રૂપિયાનો હિસાબ આપતા કોંગ્રેસે ૩૧ ઓક્ટોબરના રોજ ચૂંટણી પંચને જે વિગતો આપી છે તે પ્રમાણે પાર્ટીએ પોતાના પ્રચાર માટે ૬૨૬.૩ કરોડ રૂપિયા અને આશરે ૧૯૩.૯ કરોડ રૂપિયા પોતાના ઉમેદવારો પર ખર્ચ્યા છે. કોંગ્રેસે ચૂંટણીની જાહેરાત કરી ત્યાર પછીથી ચૂંટણી પૂર્ણ થવા સુધીમાં કુલ ૮૫૬ કરોડ રૂપિયાનો ધૂમાડો કર્યો હતો. નોંધનીય છે કે ચૂંટણી દરમિયાન મે મહિનામાં કોંગ્રેસની સોશિયલ મીડિયા હેડ દિવ્યા સ્પંદનાએ નિવેદન આપતા કહ્યું હતું કે ‘અમારી પાસે તો પૈસા જ નથી.’

Related posts

દેશમાં કોરોના કેસો ૯૦.૯૫ લાખને પાર : સક્રિય કેસો પાંચ લાખથી નીચે…

Charotar Sandesh

ભારતીય જનતા પાર્ટીના જે.પી. નડ્ડા ૧૧મા અધ્યક્ષ તરીકે સર્વાનુમતે ચૂંટાયા…

Charotar Sandesh

ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૬૨,૩૭૫ નવા કેસ, ૧૫૯૦ લોકોના મોત…

Charotar Sandesh