Charotar Sandesh
ઈન્ડિયા

૨૮ ઑગસ્ટે ચંદ્રયાન-૨ને ચંદ્રની ત્રીજી કક્ષામાં પ્રસ્થાપિત કરવામાં આવશે…

સવારે ૫.૩૦ થી ૬.૩૦ વાગ્યા વચ્ચે પ્રવેશ કરવામાં આવશે…

ન્યુ દિલ્હી,
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ ૨૧ ઓગષ્ટે ચંદ્રયાન-૨ને ચંદ્રની બીજી કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરાવી દીધો હતો. ૨૮ ઓગષ્ટે ચંદ્રયાન-૨ને ચંદ્રની ત્રીજી કક્ષામાં પ્રવેશ કરાવવામાં આવશે. ચંદ્રયાન-૨ને ચંદ્રની ત્રીજી કક્ષામાં સવારે ૫.૩૦થી ૬.૩૦ વાગ્યાની વચ્ચે પ્રવેશ કરાવવામાં આવશે. ત્યારબાદ ચંદ્રયાન-૨ ચંદ્રની ચારેય બાજુ ૧૭૮ કિમીની એપોજી અને ૧૪૧૧ કિમીની પેરીજીમાં ચક્કર લગાવશે. પરંતુ, શું તમને ખબર છે કે ચંદ્રની ચારેય બાજુ ચક્કર લગાવી રહેલા ચંદ્રયાન-૨ પર ઈસરો વૈજ્ઞાનિક નજર કેવી રીતે રાખે છે.
ઈસરોની મળતી માહિતી મુજબ ચંદ્રયાન-૨ પર નજર રાખવા માટે ઈસરો મદદ લે છે પોતાના ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક ISTRAC) સેન્ટરથી. આ સેન્ટરની દુનિયાભરમાં ગલભગ ૧૯ શાખાઓ છે. તેને ટેલીમેટ્રી એન્ડ ટ્રેકિંગ (TTC) સેન્ટર કહે છે. તેમાંથી ૫ શાખાઓ દેશમાં છે. આ બેંગલુરૂ, શ્રીહરિકોટા, પોર્ટ બ્લેયર, તિરૂવનંતપુરમ અને લખનઉમાં સ્થિત છે. તેની સિવાય બ્રુનેઈ, બિયાક અને મોરિશસ સહિત ૧૪ સેન્ટર્સ દુનિયાના અલગ-અલગ દેશોમાં લાગેલા છે. આ સેન્ટર્સ દિવસ-રાત ચંદ્રયાન-૨ પર ધ્યાન રાખી રહ્યાં છે.
ઈસરો વૈજ્ઞાનિકોએ ૨૦ ઓગષ્ટ એટલે મંગળવારે ચંદ્રયાન-૨ને ચંદ્રની પ્રથમ કક્ષામાં સફળતાપૂર્વક પહોંચાડ્યું હતુ. ઈસરો વૈજ્ઞાનિકોએ મંગળવારે ચંદ્રયાનની ગતિને ૧૦.૯૮ કિમી પ્રતિ સેકન્ડથી ઘટાડીને લગભગ ૧.૯૮ કિમી પ્રતિ સેકન્ડ કરી નાંખી હતી.

Related posts

એમ્ફાન વાવાઝોડુ પશ્ચિમ બંગાળના કિનારે ત્રાટક્યુ : વરસાદ શરૂ…

Charotar Sandesh

સંસદ કૃષિ કાનુન નાબુદ કરે પછી જ આંદોલન પરત ખેચાશે : અધ્યક્ષ રાકેશ ટિકેતની જાહેરાત

Charotar Sandesh

મુંબઇમાં પાવર ગ્રિડ ફેલ : વીજળી ગુલ થતાં લોકલ ટ્રેનો થંભી…

Charotar Sandesh