Charotar Sandesh
Live News ઈન્ડિયા રાજકારણ

૪ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છતાં સુપડા સાફ : મોદીનો જાદુ છવાયો

  • મ.પ્રદેશમાં શિવરાજનો વિધાનસભામાં નહી પણ લોકસભામાં દબદબો જાળવ્યો

નવી દિલ્હી,
દેશમાં મોદી લહેર છવાઈ છે. શરૂઆતના ટ્રેન્ડમાં જ એનડીએને બહુમત મળી ગયો છે. એનડીએ હાલમાં ૩૦૦ પ્લસ બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. સૌથી વધારે ચોકાવનારા પરિણામો બંગાળમાંથી આવ્યા છે. જેમાં એકિઝટ પોલ પણ ખોટા પડ્યાં છે. હાલમાં ટીએમસી ૨૦ બેઠકો અને ભાજપ ૧૯ બેઠકો પર આગળ ચાલી રહી છે. બંગાળમાં મમતાના અકિલા ગઢના કાંગરા ખરી પડ્યાં છે. કોંગ્રેસ આ ઇલેકશનમાં પ્લસમાં બેઠકો મેળવી રહી હોવા છતાં જયાં વિધાનસભામાં દબદબો જાળવી રાજયમાં પોતાનો દબદબો જાળવ્યો છે તે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને કર્ણાટકમાં અકીલા કોંગ્રેસનો કારમો રકાસ થયો છે. રાજયમાં સત્તા હોવા છતાં અહીં લોકસભામાં પોતાનો દબદબો જાળવી શકયા નથી.કર્ણાટકમાં બીજેપી ૨૩ સીટો સાથે આગળ છે. જયાં ૬ સીટોનો ફાયદો થઈ રહ્યો છે. અહીં જેડીએસ અને કોંગ્રેસની સરકાર છે. અહીં કોંગ્રેસ ગઠબંધનનો જાદુ ચાલ્યો નથી. કર્ણાટકમાં ભાજપનો દબદબો જળવાયો છે. છત્તીસગઢમાં તો ભાજપનાં વિઘાનસભામાં સૂપડાં સાફ થઈ ગયાં હોવા છતાં અહીં ભાજપને ૭ સીટો મળી રહી છે. ભલે ૩ સીટોનું નુકસાન ગયું હોવા છતાં કોંગ્રેસને મોટો ફાયદો થયો નથી. કોંગ્રેસને અહીં ફાયદો થયો છે પણ ભાજપને મોટુ નુકસાન થયું નથી.

Related posts

JP ઉમેદવાર ગંભીર સામે ચૂંટણી પંચે કેસ દાખલ કરવા પોલીસને આપ્યો આદેશ

Charotar Sandesh

પશ્વિમ બંગાળમાં ચૂંટણી પંચે પ્રચાર પર રાત્રે જ પ્રતિબંધ કેમ લગાવ્યો?ઃ માયાવતી

Charotar Sandesh

રવિવારે ૯ વાગે ૯ મિનિટ સુધી કોરોનાને ભગાડવા દિવો પ્રગટાવો…

Charotar Sandesh