Charotar Sandesh
સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

દરરોજ નિયમિત ચાલવાથી થાય છે ફાયદા…

એકદમ ફીટ રહેવા માટે તમને કોઈને કોઈ કસરત, ચાલવાની કે દોડવાની સલાહ આપતુ હોય છે. તમે પોતે પણ જાણતા હોવા છો કે રોજ વ્યાયામ કરીને સ્વસ્થ, ફીટ રહી શકાય છે છતા પણ તમે આળસને કારણે શારીરિક વ્યાયામ કરવાનું ટાળતા હોવ છો. હાલમાં જ થયેલા એક સંશોધનમાં એવી વાત સામે આવી જે તમને જાણીને આશ્ચર્ય થશે. સંશોધનમાં જોવા મળ્યું છે કે, ભાગ દોડ જેવી શારીરિક ગતિવિધીઓ આપણે અનેક બિમારીઓથી બચાવી શકે છે.
મોટાપો દૂર કરવો હોય કે ડાયબિટીસ જેવી બિમારીથી છૂટકારો મેળવવો હોય દરેક રોગ માટે કસરત એક અકસીર દવા સાબિત થઈ શકે છે. સાથે જ માનસિક રોગો સામે લડવા માટે પણ દરરોજ વ્યાયામ કરવો ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. જે સતત દોડધામ જેવી શારીરિક ગતિવિધીઓમાં સક્રિય રહે છે તે લાંબુ આયુષ્ય ભોગવે છે.
તાજેતરમાં જ બ્રિટિશ જર્નલ સ્પોટ્‌ર્સ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, જે લોકો દરરોજ લગભગ અડધા કલાક સુધી રનિંગ કરે છે તેમને હાર્ટ સંબંધિત બિમારીઓ ૩૦ ટકા ઓછી થાય છે. તો આ લોકોને કેન્સર જેવી ગંભીર બિમારીનું જોખમ પણ ૨૩ ટકા સુધી ઘટી શકે છે.

શોધકર્તાઓએ રનિંગ અને ડેથ રેટ પર અભ્યાસ કર્યો. જેમાં સાડા પાંચ વર્ષની ઉંમરથી લઈને ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ૨,૩૨,૧૪૯ લોકો પર પ્રયોગ કરવામાં આવ્યો. આમાં જાણવા મળ્યું કે, આ દરમ્યાન મૃત્યુ પામનાર ૨૫,૯૫૧ વ્યક્તિઓમાં, જે નિયમિત રીતે ભાગ દોડ જેવી શારીરિક ગતિવિધીઓ કરતા હતા તેમાં કોઈ પણ બિમારીને કારણે મૃત્યુ થવાનું જોખમ ૨૭ ટકા ઓછુ હતું. આ ઉપરાંત જે લોકો બિલકુલ વોકિંગ કરતા જ નહતા તેમાં કેટલીક ગંભીર બિમારીઓ થવાની સંભાવના જોવા મળી.

  • વજન ઘટી શકે છે
    પગપાળા ચાલવાથી આપણી કેલેરીઝ બર્ન થાય છે અને ધીરે ધીરે આપણા શરીરમાં જામેલ ચરબી ઘટવા લાગે છે. આ કારણે પેટની ચરબી તો ઘટે જ છે પણ સાથે સાથે મેદસ્વીતા ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.
  • તાજગીનો અનુભવ
    દરરોજ ચાલવાની આદતથી એન્ડોર્ફિન નામના હોર્મોનનો રિસાવ થાય છે, જેને ફીલ ગુડ હોર્મોન કહેવામાં આવે છે. આ હોર્મોનનો સ્ત્રોવ થવાથી વ્યક્તિનું મૂડ સારું બને છે અને તાજગીનો અનુભવ કરે છે. તેમજ વૃક્ષોની વચ્ચે કે આસપાસ ચાલવાથી બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખી શકાય છે.
  • બિમારીઓ સામે રક્ષણ
    પગપાળા ચાલવાથી વધતી ઉંમરે પણ વ્યક્તિ શારીરિક રીતે મજબૂત રહે છે. વોકિંગને કારણે વ્યક્તિમાં ઉંમરને કારણે થતી સમસ્યાઓની અસર ખુબજ ઓછી થાય છે.
  • સ્ટ્રોકનો ખતરો ટળે છે
    દરરોજ પગપાળા ચાલતા લોકોને બ્રેન સ્ટ્રોકનું જોખમ ખુબજ ઓછું રહે છે. કારણ કે, જે કંઈ પણ આપણે ખાઈએ છીએ, ચાલવાને કારણે તે બધા ખોરાકનું પાચન થઈ જાય છે અ કેલરીઝ પણ બર્ન થઈ જાય છે. સામાન્ય રીતે કસરત કે વોકિંગ ન કરતા લોકોને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

Related posts

આપણા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે તો શું થાય? તેનું સ્તર કેટલું હોવું જોઈએ ? એ જાણવું જરૂરી…

Charotar Sandesh

કસરત કરવાની ઈચ્છા પરંતુ સવારે ઉઠવાની આળસને આ રીતે કરો દૂર…….

Charotar Sandesh

ગોળ અને જીરાનુ પાણી ચરબી ઓછી કરવા સાથે અનેક બીમારીઓથી બચાવશે…

Charotar Sandesh