સરખામણીમાં દીકરીઓનું પ્રમાણ ઓછું છે, ત્યાં ગુજરાતના કેટલાક પરિવારો એવા પણ છે, જે દીકરી જન્મના વધામણા કરે છે. પણ, મોરબીના એક પરિવારે દીકરીના જન્મને એવી રીતે આવકાર્યો કે, આખો દેશ યાદ રાખે.
મોરબીના જાંબુડીયા ગામે રહેતા હરેશભાઈ રામાનુજ તથા તેમની પત્ની ડિમ્પલબેને ઘરે દીકરીનો જન્મ થતા તેને ચલણી નોટો પર સુવડાવી હતી. તેમણે ૫૦ રૂપિયાથી લઈને ૨૦૦૦ રૂપિયા સુધીની ચલણી નોટો પાથરીને દીકરીને તેના પર સૂવડાવી હતી. તેમજ તેના ચહેરા સિવાયના ભાગ પર પણ રૂપિયા પાથરી દીધા હતા. દીકરીએ લક્ષ્મીનો અવતાર છે, અને દીકરીઓ વ્હાલસોયી હોય છે તે સાબિત કરવા માટે તેના આવી રીતે વધામણા કરાયા હતા. આ સમાચાર જાતજાતામાં મોરબી પંથકમાં પ્રસરી ગયા હતા. જેને કારણે લોકોએ પરિવારના વખાણ કરી તેમને દીકરી જન્મના અભિનંદન પાઠવ્યા હતા.