Charotar Sandesh
ઈન્ડિયા

ઝારખંડ ચૂંટણી : મતદાન દરમિયાન નકસલવાદીઓએ કર્યો હુમલો, ઉડાવ્યો પુલ…

પ્રથમ ૨ કલાકમાં ૧૧ ટકા મતદાન…

નવી દિલ્હી : ઝારખંડ વિધાનસભાનાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. અહીં બપોરે ૩ વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણી પંચે પ્રથમ તબક્કામાં નકસલ પ્રભાવિત વિસ્તારો હોવાના કારણે મતદાનનો સમય ૩ વાગ્યા સુધી રાખવાનો નિર્ણય કર્યો છે. અહીં નકસલ પ્રભાવિત ૬ જિલ્લાઓની ૧૩ વિધાનસભા બેઠકો પર ૩૭,૮૩,૦૫૫ મતદાતાઓ ૧૮૯ ઉમેદવારોનાં ભાગ્યનો નિર્ણય કરશે. સૌથી વધારે ૨૮ ઉમેદવારો ભવનાથપુર સીટથી ચૂંટણી લડી રહી છે. ઝારખંડમાં મતદાનની વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. ગુમલા જિલ્લાનાં વિષ્ણુપર વિધાનસભા ક્ષેત્રમાં નકસલીઓએ એક પુલ ઉડાવી દીધો છે. વિષ્ણુપુર વિધાનસભા ક્ષેત્રમાં આજે મતદાન થઈ રહ્યું છે. જો કે આ દ્યટનામાં અત્યાર સુધી કોઈ જાન-માલની હાનિ થઈ હોવાના સમાચર સામે આવ્યા નથી.

ગુમલાનાં ડેપ્યૂટી કમિશ્નર શશિ રંજને કહ્યું કે, હુમલાનાં કારણે મતદાન પર કોઈ અસર નથી પડી. પોલીસે વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી દીધું છે. પહેલા ચરણનમાં બીજેપી ૧૨ સીટો પર અને જેવીએમ ૧૩ સીટો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ ૧૩, જેએમએમ ૩ આરજેડી ૩, અજસુ (AJSU) ૩ અને અન્ય ૧૪૯ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. રઘુવર દાસની જમશેદપુર પૂર્વ બેઠક પર પહેલા તબક્કાનું મતદાન ૭ ડિસેમ્બરનાં બીજા ચરણમાં થશે. લાતેહાર અને મનિકામાં સુરક્ષાની મજબૂત વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં કેટલાક દિવસ પહેલા જ નકસલી હુમલો થયો હતો.

Related posts

કોરોનાની રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત, ૦.૧ ટકા લોકોને પણ આડઅસર થઈ નથી : ડો. હર્ષવર્ધન

Charotar Sandesh

J&Kમાં મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ : ૩ આતંકવાદી ઝડપાયા…

Charotar Sandesh

ઓરિસ્સામાં ઈટલીથી આવેલા વ્યક્તિનો કોરોના પોઝીટિવ : ભારતમાં કુલ ૧૧૬ કેસ…

Charotar Sandesh