Charotar Sandesh
ઈન્ડિયા

દેશભરમાં હૈદરાબાદ હેવાનિયતનો પડઘો : લોકો રસ્તા પર ઉતર્યા…

હૈદરાબાદમાં ૨૪ કલાકમાં સળગાયેલી હાલતમાં બીજી મહિલાની લાશ મળતા સનસનાટી…

મોદી રાજમાં મહિલાઓ વધુ અસુરક્ષિત બનીઃ કર્મશીલ યુવતી અનુ દુબેએ કહ્યું આજે આનો વારો કાલે મારો વારો આવુ ક્યાં સુધી…

સરકાર કડક કાર્યવાહી કરી પગલાં ભરશે કે પછી જૈસે થે..ની સ્થિતિ રહેશે…?!

ન્યુ દિલ્હી : વડાપ્રધાન મોદી એક તરફ દેશ-વિદેશમાં મહિલા સુરક્ષાના બણગાં ફૂંકે છે,ગુણગાન ગાય છે તો બીજી તરફ ઘર આંગણે મહિલાઓ કેટલી સુરક્ષિત તેવા સવાલો પેદા કરનાર એક જઘન્ય અને હેવાનિયત ભરેલી ઘટના ઘટી હોવા છતાં કેન્દ્ર સરકારમાં ત્રણ મહિલા મંત્રીઓ હોવા છતાં એક પણ મહિલા મંત્રીએ લેડી ડોક્ટરની ગેંગરેપ બાદ કરપીણ હત્યા મામલે હરફ સુધ્ધા ઉચ્ચાર્યો નથી અને ૨૦૧૨ નિર્ભયા કાંડ વખતે ભાજપે રામલીલા મેદાન સહિત દેશ આખામાં બવંડર મચાવ્યું હતુ પરંતુ જ્યારે તેમના જ શાસન કાળમાં વધુ એક નિર્ણયા કાંડ જેવી ઘટના બની છે ત્યારે ભાજપના કોઇ મહિલા કાર્યકરો મીણબત્તીઓ લઇને દિલ્હીની સડકો પર હજુ કેમ ઉતરી નથી તેની પણ ટીકાઓ થઇ રહી છે. દરમ્યાનમાં તેલંગાણામાં જે શેતાનને પણ શરમાવે તેવી ઘટના બની છે તેના પર નજર નાંખીએ તો લેડી ડોક્ટરને ગેંગરેપ પહેલાં બળજબરી પૂર્વક દારૃ પીવડાવવાની બાબતનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. દરમ્યાનમાં આ ઘટનાના પડઘારૂપે દિલ્હીમાં અનુ દુબે એક કર્મશીલ યુવતીએ સંસદમાં ભવન નજીક જાહેર રસ્તા પર ધરણાં પ્રદર્શન દેખાવો કર્યા હતા અને એવી લાગણી વ્યક્ત કરી કે આજે આનો વારો કાલે મારો વારો આવુ ક્યાં સુધી. સરકાર મહિલાઓને સુરક્ષા આપે.

તેલંગણા રાજ્યના હૈદરાબાદ નજીક ૨૭ વર્ષિય એક સરકારી મહિલા ડોક્ટરનું અપહરણકરીને બળપૂર્વક દારૂ પિવડાવી ૪ નરાધમો દ્વારા ગેંગરેપ અને ત્યારબાદ પુરાવાના નાશરૂપે તેની લાશને સળગાવીને રસ્તા પર ફેંકી દેવાની હૈવાનિયતની હદ પાર કરનાર સમાન બનેલી આ ઘટનાએ ૭ વર્ષ પહેલાની દિલ્હીની નિર્ભયાકાંડની યાદ અપાવી હતી. એ જ વિસ્તારમાં બીજી એક મહિલાની લાશ મળી આવતાં લોકોનો ગુસ્સો બેકાબુ બન્યો હતો અને મહિલા સુરક્ષાના મામલે તથા કાયદો અને વ્યવસ્થાના મુદ્દે લોકો શહેરમાં રસ્તા પર ઉતરી આવ્યાં હતા. વિરોધ કરનારાઓને કાબૂમાં લેવા પોલીસે બળનો ઉપયોગ કર્યો હતો. પોલીસે વિરોધ કરનારા ઉપર લાકડીઓનો પણ ઉપયોગ કર્યો હતો. ગેંગરેપ ઘટનાનો વિરોધ કરી રહેલા લોકોનું કહેવું હતું કે પરમ દિવસે લેડી ડોક્ટર સાથે બનેલી દુષ્કર્મની ઘટનાના આરોપીઓને વહેલામાં વહેલી તકે ફાંસી આપી દેવી જોઇએ. જેને નિર્ભયાકાંડ-૨ તરીકે ગણાવવામાં આવી રહ્યું છે તે ઘટનાને લઇને સોશિયલ મીડિયા સહિત દેશમાં ઘણી જગ્યાએ આ મુદ્દા પર રજૂઆતો કરવામાં આવી રહી છે.
દુષ્કર્મ વખતે મહિલાનું ગૂંગળામણથી મોત થતાં ગભરાયેલા આરોપીઓએ ડિઝલ લાવીને પુરાવાના નાશરૂપે તેની લાશને સળગાવી મારી હતી. મહિલાને ઓળકી ન શકાય એટલી સળગાવીને તેની લાશને એક કાલીનમાં વિંટાળીને વાહનમાં નાંખીને શહેરના એક ફ્લાયઓવર પુલ પરથી નીચે ફેંકીને ફરાર થઇ ગયા હતા.

દરમ્યાનમાં, જ્યાંથી ગેંગરેપ પિડિતાની સળગી ગયેલી હાલતમાં લાશ મળી આવી એ જ વિસ્તારમાં ૨૪ કલાકમાં જ બીજી એક મહિલાની દાઝી ગયેલી લાશ મળતા ભારે સનસનાટી મચી ગઇ હતી. સામૂહિક બળાત્કારનો મામલો સાયબરાબાદ પોલીસે ઉકેલી લીધો હતો.આ દરમિયાન એક અન્ય ઘટના સામે આવી છે, હૈદરાબાદના શમસાબાદ વિસ્તારમાં, આશરે ૩૫ વર્ષની મહિલાની સળગી ગયેલી લાશ મળી આવી હતી. જો કે મહિલાની ઓળખ હજી થઈ નથી. આંધ્રપ્રદેશથી અલગ બનેલા તેલંગાણા રાજ્યમાં ભોગ બનનાર લેડી ડોક્ટર એકલા નથી, તેલંગાણામાં એક જ મહિનામાં છ મહિલાઓ શિકાર બની છે.

૬ મહિલાઓ સાથે એક મહિનામાં ક્રૂરતાના અનેક બનાવો બન્યા છે જેમાં મહેસુલ વિભાગની એક મહિલા અધિકારીને અરજદાર ખેડૂતે ઓફિસની અંદર જ પેટ્રોલ છાંટીને તેને ત્યાં જ જીવતી સળગાવીને મારી નાંખવાની ઘટનાએ ભારે સનસનાટી મચાવી હતી. નેશનલ ક્રાઇમ બ્યૂરોના એક રિપોર્ટ પ્રમાણે, સેક્સ ટ્રાફિકિંગના કેસમાં તેલંગાણા ટોચના ૩ રાજ્યોમાં શામેલ છે

પોલીસના જણાવ્યાં અનુસાર, સીસીટીવી ફૂટેજના આધારે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, પીડિતાના સ્કૂટરને મદદના બહાને વિશ્વાસ કેળવીને તેને પોતાની જાણમાં ફસાવી હતી.

Related posts

કોરોના સંકટ : ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૮૩,૮૮૩ નવા પોઝિટિવ કેસ, મૃત્યુઆંક ૬૭ હજારથી વધુ…

Charotar Sandesh

કોરોના મહાસંક્ટ : અનલોક-૩ના બીજા દિવસે ૫૩ હજાર કેસ , ૭૭૧ના મોત

Charotar Sandesh

દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ કોરોના વેક્સિન લીધી…

Charotar Sandesh