Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હી-યૂપીમાં વધુ પ્રસરી હિંસાની આગ : ગોળીબારમાં ૧નું મોત…

નાગરિકતા કાયદા સામેનો વિરોધ દિવસે-દિવસે વધ્યો,સરકાર મૌન

દિલ્હીમાં જામા મસ્જિદ બહાર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા,ફિરોઝાબાદમાં પોલીસ ગોળીબારમાં ૧ના મોતથી તંગદિલી,સંખ્યાબંધ લોકો ઘાયલ,મોટા ભાગના વિસ્તારોમાં કલમ-૧૪૪ લાગૂ

ન્યુ દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદા વિશે શુક્રવારે ઉત્તર પ્રદેશના ૧૮ જિલ્લામાં ઉગ્ર પ્રદર્શન થયા હતા. ફિરોઝાબાદમાં પ્રદર્શનકારીઓએ એક પોલીસ ચોકી સળગાવી દીધી હતી. કાનપુર અને ગોરખપુર સહિત અન્ય શહેરોમાં પણ ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો છે. રાજ્યમાં ૩ હજારથી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. અહીં ૨૦ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. પોલીસ અને ભીડ વચ્ચેની અથડામણમાં ફાયરિંગ દરમિયાન ફિરોઝાબાદમાં એક યુવકનું મોત થયું હતું.
લખનઉમાં ગુરુવારે હિંસક પ્રદર્શન થયા હતા. જોકે શુક્રવારે અહીં શાંતિ રહી હતી. દિલ્હીની જામા મસ્જિદની બહાર લોકોએ પ્રદર્શન કર્યા હતા. અહીં ભીમ આર્મીએ માર્ચ પણ શરૂ કરી હતી. જે જંતર-મંતર સુધી ગઇ હતી. પોલીસે ભીમ આર્મીને માર્ચની મંજૂરી આપી નહોતી. પૂર્વોત્તર દિલ્હીમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીના ૬ મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યા છે.
શુક્રવારે ગોરખપુર, કાનપુર, ઉન્નાવ, બુલંદ શહર, હાથરસ, મુઝફ્ફરનગર, સીતાપુર, બિજનૌર, મુરાદાબાદ, ફિરોઝાબાદ, ભગોહી અને બહચરાઈમાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે જવાબી કાર્યવાહીમાં ટીયર ગેસ છોડ્યા હતા. રાજ્યમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હોવા છતા અહીં લખનઉ અને સંભલમાં નાગરિકતા કાયદાના વિરોધમાં હિંસક પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
નાગરિકતા સુધારણા કાયદા વિરુદ્ધ દેશ ભરમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. દિલ્હીની જામા મસ્જિદમાં પણ શુક્રવારની નમાઝ બાદ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ પણ જોડાયા હતા. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરને જામા મસ્જિદથી જંતર મંતર સુધી પ્રદર્શન યોજવાની પરવાગી આપવામાં આવી નહોતી.
જામા મસ્જિદના ગેટ નંબર-૨માંથી કેટલાક નમાઝીઓ બહાર નીકળી ગયા હતા. જામા મસ્જિદમાં હાજર લોકોએ જબરજસ્ત નારેબાજી કરી હતી. આ લોકોના હાથમાં પોસ્ટર્સ અને બેનર્સ હતા જેમાં નાગરિકતા કાયદા વિરોધી નારા લખ્યા હતા. કેટલાક નમાઝીઓના હાથમાં ત્રિરંગો પણ જોવા મળ્યો હતો.

Related posts

હાય રે મોંઘવારી : એપ્રિલ માસથી દવાઓ ૨૦ ટકા મોંઘી થવાના ભણકારા…

Charotar Sandesh

આઈપીએલ ઈતિહાસમાં ધોની સૌથી સફળ વિકેટકીપર બન્યો

Charotar Sandesh

જુલાઈ-ઑગસ્ટથી દેશમાં દૈનિક એક કરોડ લોકોનું રસીકરણ કરાશે : કેન્દ્ર

Charotar Sandesh