Charotar Sandesh
ઉત્તર ગુજરાત ક્રાઈમ ગુજરાત

બોસ કામ વગર યુવતીને સામે બેસાડી રાખતો, છેવટે થઈ ફરિયાદ…

  • ચારથી પાંચવાર આવું કરતાં યુવતીએ હિંમત એકઠી કરીને ઉપકારસિંદ્ય અને તેને મદદ કરતી લલિતા કર્લી નામની મહિલા સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદ,

અમદાવાદમાં ગણાતા સોફીસ્ટિકેટેડ સમાજમાં છેડતીની ફરિયાદોની સંખ્યા જાણે વધતી હોય તેમ અવારનવાર સંભળાતી હોય છે. આવી જ એક ફરિયાદ શહેરનાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી કંપનીમાં સામે આવી છે. આ કંપનીનાં બ્રાંચ હેડે ચાર વર્ષથી કામ કરતી કર્મચારી યુવતીને મેસેજ કરીને પોતાની સાથે એકલા ફિલ્મ કનિદૈ લાકિઅ જોવા માટે દબાણ કર્યું હતું. યુવતીને કામ વગર પોતાની કેબિનમાં બોલાવીને બેસાડી રાખતો હતો. આ બધા કૃત્યોથી કંટાળીને યુવતીએ બ્રાંચ મેનેજર તથા તેને મદદ કરનારી અન્ય મહિલા કર્મચારી સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અકીલા નોંધાવી છે. નવરંગપુરા સ્વસ્તિક ચાર રસ્તા પાસે રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસીસ કંપની, ચેન્નાઈની બ્રાંચ ઓફિસમાં ડેટા મેનેજમેન્ટ એકિઝકયુટિવ તરીકે કામ કરતી ૨૪ વર્ષીય યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની સરદારનગરમાં રહેતા ઓફિસના હેડ ઉપકારસિંદ્ય ગિલ તેને અવારનવાર છેડતી કરી પરેશાન કરતા હતા.ગત તા ૧૪ ફેબ્રુઆરીએ ઉપકારસિંદ્યે તેને વોટ્સઅપ મેસેજ કરી પોતાની સાથે એકલા ફિલ્મ જોવા આવવાનું કહ્યું હતું. યુવતીએ ઈન્કાર કરતા ઉપકારસિંદ્યે તેને ફિલ્મ જોવા નહીં આવે તો બીજે કયાંક એકલા ફરવા જોવા માટે દબાણ કર્યું હતું. યુવતી આ દબાણને વશ ન થતા બ્રાંચ હેડે ધમકી આપી હતી કે, ”યાદ રાખજે તે મને ના પાડી છે.” આ ઘટના બાદ ઉપકારસિઘ યુવતીને અવારનવાર કામ વગર પોતાની કેબિનમાં બોલાવતો હતો. તેની સામે બેસાડી રાખતો અને કોઇ કામ બતાવતો નહીં. યુવતી બહાર જવાનો પ્રયાસ કરે તો તેને હાથ પકડી બેસાડી દેતો. ચારથી પાંચવાર આવું કરતાં યુવતીએ હિંમત એકઠી કરીને ઉપકારસિંદ્ય અને તેને મદદ કરતી લલિતા કર્લી નામની મહિલા સામે ફરિયાદ નોંધાવી છે.

Related posts

ઈન્ટર્ન ડૉક્ટરોને સ્ટાઈપેન્ડ આપવામાં દેશમાં ગુજરાત ૧૫મા ક્રમાંકે…

Charotar Sandesh

રાષ્ટ્રપતિ કોવિંદનું ગુજરાતમાં આગમન : આવતીકાલે મોટેરા સ્ટેડિયમમાં હાજરી આપશે…

Charotar Sandesh

પોલીસકર્મીનું કોરોનાથી મૃત્યુ થશે, તો રાજ્ય સરકાર ૨૫ લાખ રૃપિયા આપશે…

Charotar Sandesh