Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ઈન્ડિયા

ચંદ્રની નજીક પહોંચ્યું ચંદ્રયાન-૨, આજે ચંદ્રમાંની કક્ષામાં પ્રવેશ કરશે…

૭ સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર પહોંચશે…

ઈસરો દ્વારા ૨૨ જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવેલા મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-૨ મંગળવારે ચંદ્રમાંની કક્ષામાં પ્રવેશ કરશે. ૧૪ ઓગસ્ટના રોજ ચંદ્રયાનને ચંદ્ર સ્થાનાંતરણ પ્રક્ષેપવક્રમાં પ્રવેશ કરાવવામાં આવ્યું હતું. હવે યાનના તરલ ઈંધણવાળા એન્જીનને શરૂ કરવામાં આવશે. જેથી ચંદ્રમાંની કક્ષાની અંદર પ્રવેશ અપાવી શકાય.
ચંદ્રયાન-૨ મિશનની દેખરેખ ઈસરલોના ટેલીમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાંડ નેટવર્કમાં સ્થિત મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્ષ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમાં બેંગલુરુમાં સ્થિત ભારતીય ડીપ સ્પેસ નેટવર્કનો પણ સહયોગ લેવામાં આવી રહ્યો છે. ચંદ્રયાન-૨ ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરી ગયા બાદ ૨ સપ્ટેમ્બરે તે પોતાની સાથે લઈ જવામાં આવેલા લેન્ડર વિક્રમને છોડશે. જે બાદ વિક્રમ લેન્ડર ચંદ્રના બે ચક્કર કાપ્યા બાદ ૭ સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર પહોંચશે.

Related posts

મમતા બેનર્જીની ચેલેન્જ : પશ્ચિમ બંગાળમાં ભાજપ ૩૦ બેઠક જીતી બતાવે…

Charotar Sandesh

મહિલા સુરક્ષા મુદ્દે સંસદમાં હોબાળો : પક્ષ-વિપક્ષ આમને-સામને…

Charotar Sandesh

તમારી દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટનો વિચાર હોવો જોઈએ : પીએમ મોદી

Charotar Sandesh