Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

આજે ભારતના પાસપોર્ટની તાકાત દુનિયામાં વધી છે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન…

દરેક સમસ્યાના સમાધાનમાં ગાંધી આજે પણ છે અને આવતી કાલે પણ રહેશે…

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના અવસરે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી,અમદાવાદ મેયર બીજલ પટેલ સહીત વિવિધ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર પોતાનું સંબોધન પણ કર્યું હતું.
એરપોર્ટ પર સભાને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે – વિશ્વમાં આજે ભારતના પાસપોર્ટની તાકાત વધી છે. ભારતના પાસપોર્ટને સન્માનની નજરથી જોવામાં આવે છે. દુનિયામાં ભારતની તાકાત વધી રહી છે.
ભારતની પ્રતિષ્ઠા આખા વિશ્વમાં વધી રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વિચારને યુએનમાં સારો પ્રભાવ મળ્યો હતો. યુએનના ૭૦ વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટી ઘટના હતી.
એવું લાગી રહ્યું હતું કે દુનિયાના તમામ દેશોએ ભારતનો સ્વિકાર કરી લીધો છે. દુનિયાના દેશોમાં જાણિતા સંગીતકારો અને ગાયકોએ વૈશ્ણવ વજનતો તેને કહીએ ગાયુ હતું. યુએનમાં પણ આયુષ્યમાન ભારતની નીતિ અંગે ચર્ચાઓ થઇ હતી.
દરેક સમસ્યાના સમાધનમાં ગાંધીની મહેક મળે જ છે. યુએનમાં આતંકવાદ પર સેમિનાર થયો. જેને જોર્ડનના કિંગ દ્વારા હોસ્ટ કરાયો હતો. મને પણ આમંત્રિત કરાયો હતો. આતંકવાદ અંગેના વિચારો જોર્ડનના કિંગએ વ્યક્ત કર્યા હતા.
હ્યુસ્ટનમાં બંને પક્ષોના નેતા હાજર હતા. ત્યાં ટ્રમ્પનું આવવું અને આટલો સમય રોકાવું તે ખુશીનો અવસર હતો. સિક્યોરિટીની ચિંતા કર્યા વિના ટ્રમ્પે વિકટ્રી વોલ્ક મારી સાથે કર્યું હતું.
ગુજરાતની માટીમાં તાકાત છે જ માટીમાં સરદાર અને ગાંધીનો જન્મ થયો છે. નમન કરવાનો અવસર મળ્યો તેના માટે આભારી છું.

Related posts

વાઘાણીના મંત્રી બનવાના અભરખા..?, અમિત શાહે કહ્યું પહેલા પરિપક્વ થાઓ.!?

Charotar Sandesh

આજે ઉત્તરાયણ : એ કાપ્યો…. લપેટની ધૂમ સાથે રંગબેરંગી આકર્ષક પતંગોથી આકાશ ભરાશે…

Charotar Sandesh

લોકડાઉનની વચ્ચે કેટલીક શરતો સાથે આવતીકાલ સોમવારથી અર્થતંત્ર પુનઃ ધબકતું થશે…

Charotar Sandesh