Charotar Sandesh
ગુજરાત

ભાજપના સંગઠનમાં પરિવર્તનના એંધાણ : કમલમ ખાતે મુખ્યમંત્રી સહિતના આગેવોનોની લાંબી બેઠક…

સંગઠનની રચના કરાશે : તમામ જિલ્લામા બુથ સમિતીની રચના પુર્ણ : સ્નેહ મિલનમા કાર્યકર્તાઓને અભિનંદન અપાશે…

અમદાવાદ : ગુજરાત ભાજપના પ્રદેશ સ્તર સુધીનાં માળખામાં પરિવર્તન થશે. ડિસેમ્બર સુધીમાં પરિવર્તન કરાશે. કમલમ ખાતે પ્રદેશ ભાજપ સંગઠનની બેઠક યોજાઈ હતી. જેમાં મહત્વના નિર્ણયો લેવાયા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સંગઠન સંરચનાની કામગીરી પર ભાર મુકાયો હતો. સેવા સપ્તાહ, નમામિ દેવી નર્મદે કાર્યક્રમ અંગે પણ ચર્ચાઓ થઈ હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિની તૈયારીની ચર્ચા કરવામાં આવી હતી અને ભાજપના સંપર્ક અભિયાનની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. સીએમની  વિશેષ ઉપસ્થિતીમા બેઠક મળી હતી. 1 થી 10 નવેમ્બર સુધી સંગઠનની રચના કરાશે. તમામ જિલ્લામા બુથ સમિતીની રચના પુર્ણ થઈ. જિલ્લામા થયેલા કાર્યક્રમોનો રિપોર્ટ લેવામાં આવશે. મંડળ રચનાની કામગીરી 10 નવેમ્બર સુધી પૂર્ણ કરવામાં આવશે. સ્નેહ મિલનમા કાર્યકર્તાઓને અભિનંદન આપવમા આવશે અને સાથે સાથે કાશ્મીરમા કલમ 370 હટાવ્યા બાદની ડોક્યુમેન્ટરી પણ બતાવાશે. 3 વર્ષ દરમિયાન સંગઠન ના કર્યો થયા તે દર્શાવામાં આવશે.

Related posts

ઉદયપુરમાં SOGનું ઓપરેશન સફળ, 7 જેટલા દારૂના વેપારી અને બુટલેગરોને ઝડપી પાડ્યા

Charotar Sandesh

કેન્દ્રના મોડેલ ભાડુઆત કાયદાના આધારે રૂપાણી સરકાર પણ લાગુ કરશે નવો ભાડુઆત કાયદો

Charotar Sandesh

ખેડુતોને તાર ફેન્સીંગમાં વીજ કરંટ ન મુકવા વન વિભાગ દ્વારા અપીલ

Charotar Sandesh